Watch Video: Washington girl pushed off 60-foot high state bridge
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: મજાકમાં બહેનપણીએ જ પાણીમાં માર્યો ધક્કો, ને પછી સર્જાયું ખતરનાક દ્રશ્ય

Video: મજાકમાં બહેનપણીએ જ પાણીમાં માર્યો ધક્કો, ને પછી સર્જાયું ખતરનાક દ્રશ્ય

 | 1:54 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇ કોઇપણ દંગ રહી જાય છે. નદીમાં જોયું હશે કે જેને પાણીથી ડર લાગે છે તેને પાણીમાં ધકેલી દે છે. જેથી કરીને તેઓ પણ તેની સાથે એન્જોય કરે. પરંતુ વૉશિંગ્ટનના વેનકુવરમાં એવી ઘટના બની જેને જોઇ તમામના હોંશ ઉડી જશે. એક બહેનપણીએ બીજી બહેનપણીને 60 ફૂટ ઊંચા બ્રીજ પરથી પાણીમાં ધક્કો મારી દીધો. જેના લીધે તેના ફેફસાં અને પાંસળીમાં ઇજા પહોંચી છે. 10 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

ABC Newsના મતે મિત્રોની સાથે 16 વર્ષના જોર્ડન હૉલગરસન લેવિસ રિવરમાં ફરી આવ્યો હતો. ત્યાં મજાક-મજાકમાં એક મિત્રે જૉર્ડનને મજાક-મજાકમાં 60 ફૂટ ઊંચા બ્રીજ પરથી ધક્કો મારી દીધો. જૉર્ડને કહ્યું કે હું બ્રીજની ઉપર ગઇ, મારી સાથે મારા મિત્રો હતા. તમામ કાઉન્ટડાઉન કરી રહ્યા હતા. મેં કહ્યું કાઉન્ટ ના કરો, કારણ કે હું તૈયાર નથી. ત્યારબાદ મારા એક મિત્ર એ મને ધક્કો મારી દીધો.

આપને જણાવી દઇએ કે આ બ્રીજ ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં લોકો પાણીમાં કૂદવા માટે આવે છે. પરંતુ જૉર્ડન ઊંધા માથે પડી. તેના લીધે આ ઘટના ઘટી. તેના ફેફસાં અને પાંસળીઓમાં ગંભીર ઇજા થઇ છે. જે મિત્રે તેને ધક્કો માર્યો તેણે તેના માટે માફી માંગી છે. જૉર્ડન હાલ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. થોડાંક મહિનાઓમાં તે સ્વસ્થ થઇ જશે.