આતંકીઓ AK-47 રાઈફલથી ક્રિકેટ રમતા દેખાયા, Video આવ્યો સામે - Sandesh
NIFTY 10,377.85 +17.45  |  SENSEX 33,791.75 +88.16  |  USD 64.8600 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આતંકીઓ AK-47 રાઈફલથી ક્રિકેટ રમતા દેખાયા, Video આવ્યો સામે

આતંકીઓ AK-47 રાઈફલથી ક્રિકેટ રમતા દેખાયા, Video આવ્યો સામે

 | 11:35 am IST

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના અને બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે સંદિગ્ધ કાશ્મીરી આતંકીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આતંકીઓ ક્રિકેટ રમતા નજરે આવી રહ્યાં છે. એક મિનીટના આ વીડિયોમાં 5 આતંકીઓ બગીચા જેવી જગ્યામાં ક્રિકેટ રમી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ લોકો AK-47 રાઈફલને જ બોલિંગ સ્ટમ્પ બનાવ્યું છે. વીડિયોમાં તમામ કાશ્મીરી યુવકો રિલેક્સ મૂડમાં નજરે આવી રહ્યાં છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ઉર્દૂ ગીત પણ વાગી રહ્યું છે.

કાશ્મીરી આતંકીઓનો ફોટો અને વીડિયો આ પહેલા પણ વાઈરલ થઈ ચૂક્યા છે. હિજબુલ મુજાહિદીનના કમાન્ડર રહેલા બુરહાન વાની અને તેના 10 સાથીઓની બગીચામાં બેસેલી ગ્રૂપ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.