Video: Swara Bhaskar arrived to receive the blessings of the king of Lalbagh, but was stolen
  • Home
  • Featured
  • બેબાક નિવેદનોના કારણે વિવાદોમાં રહેતી સ્વરા ભાસ્કર ઉઘાડા પગે ચાલવા મજબૂર, જાણો કારણ

બેબાક નિવેદનોના કારણે વિવાદોમાં રહેતી સ્વરા ભાસ્કર ઉઘાડા પગે ચાલવા મજબૂર, જાણો કારણ

 | 11:07 am IST

મુંબઇમાં રહેનારા કદાચ જ કોઇ શખ્સ હશે જે ગણેશોત્સવ દરમિયાન મુંબઇના પ્રસિદ્ધ લાલબાગના રાજાના દર્શન ન કર્યા હોય. આ મંડપમાં બોલીવુડના સ્ટારની લાંબી લાઇન જોવા મળે છે. દર વર્ષે અંહી બોલિવૂડ સ્ટાર્સ બાપ્પાના દર્શન કરવા પહોંચે છે. અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ હાલમાં લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી. અંહી તેણે બાપ્પાના આશીર્વાદ તો મળ્યા પરંતુ ભીડમાં તેની કોલ્હાપુરી ચંપલો ખોવાઇ ગઇ.

સ્વરા ભાસ્કર બાપ્પાના દર્શન કરવા માટે લાલ રંગના ડ્રેસમાં પહોંચી આ સૂટની સાથે તે કોલ્હાપુરી ચંપલોમાં નજરે પડી પરંતુ પરત ફરતા તેને ખુલ્લા પગે પાછું આવવું પડ્યું. સ્વરાએ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા શરે કર્યો છે. જેમા તે કહેતી નજરે પડી રહી છે આ હોય છે સાચી શ્રદ્ધા, ઠીક છે… ખુલ્લા પગે ભગવાન પાસે ગઇ છું આ કહેતા સ્વરાની કાર સામે આવી જાય છે. આ વીડિયોના કેપ્શનમાં સ્વરાએ લખ્યું છે કે જો તમારી ચંપલ ના ખોવાઇ જાય તો આખરે મુંબઇના પ્રમુખ લાલબાગના રાજાના દર્શન કેવા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન