The construction of the temple of Mahadev is made up of octogenarian
  • Home
  • Featured
  • બે દાયકા પૂર્વે કરાયુ હતું આ મહાદેવના મંદિરનું નિર્માણ, અષ્ટધાતુથી બનેલું છે શિવલિંગ

બે દાયકા પૂર્વે કરાયુ હતું આ મહાદેવના મંદિરનું નિર્માણ, અષ્ટધાતુથી બનેલું છે શિવલિંગ

 | 8:41 am IST

વલસાડથી લગભગ 40 કિલોમીટર દુર અને વાપીથી 50 કિલોમીટર દુરના અંતરે માનનદીના તટે મહાદેવનું આ સુંદર સ્થાન સ્થાપિત છે..જેને ભાવ ભાવેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં ક્યાંય ન હોય તેવુ લિંગ અહીં જોવા મળે છે.જે અષ્ટધાતુથી બનેલું છે.

બે દાયકાઓ પુર્વે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે પરંતુ તેની ખ્યાતિ અને પ્રશંસા દેશ અને દુનિયાના લોકો કરી રહ્યા છે. બરુમાળના આ શિવાલય અને બેજોડ શિવલીંગને કારણે આ મંદિરને ધર્માચાર્યો તેરમાં જ્યોતિર્લીંગ તરીકે પણ ઓળખે છે. ભાવ ભાવેશ્વર મહાદેવનો મહિમા અપંરપાર છે અને તેનીથી પણ રસપ્રદ આ શિવાલયની સ્થાપનાની કથા છે..કહેવાય છે કે સહ્યાદ્રી પર્વતમાળામાં માન નદીના કિનારે આ શિવાલયની સ્થાપનાનો વિચાર મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજને ઇ,સ 1997માં આવ્યો હતો.

નાસિકના સંપન્ન એવા કૈલાસમઠની ગાદી છોડીને પોતાના ગુરુકાર્યને આગળ વધારવા માટે અને સામાજીક ઉત્થાન માટે તેમણે ધુણી ધખાવાનું શરુ કર્યુ..વર્ષોની આ પ્રખર તપ પછી..ઇ.સ 1997માં મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીના મુખમાંથી શિવરાત્રીના પાવન સમયે મુખમાંથી ભાવભાવેશ્વરની જયનો ઉદઘોષ થયો અને તે જ સમયથી તેમણે આ જ સ્થાનકે મંદિર નિર્માણનો સંકલ્પ લીધો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન