#Watch : Two Brothers Killed In Jaipur As Car Hits Bike
  • Home
  • Featured
  • ટ્રાફિક સિગ્નલ પર ભયંકર કાર અકસ્માત, CCTVમાં દર્દનાક Video કેદ, રસ્તા પર તડપડતા ચીસાચીસ

ટ્રાફિક સિગ્નલ પર ભયંકર કાર અકસ્માત, CCTVમાં દર્દનાક Video કેદ, રસ્તા પર તડપડતા ચીસાચીસ

 | 9:39 am IST

રાજસ્થાનની રાજધાની જયપુરમાં બિરલા મંદિર સામે આવેલા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ રોડ અકસ્માતમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ચાર રસ્તા પર રેડ સિગ્નલ હોવાથી તમામ વાહનચાલકો ટ્રાફિક ખુલવાની રાહ જોતા ઉભા હતા. ત્યારે અચાનક જ એક ધસમસતી કાર પાછળથી આવતા બે બાઇક અને એક સ્કૂટીને ટક્કર મારતા કારના કૂરચે કૂરચા ત્યાંને ત્યાં જ ઉડી જાય છે. આ ઘટનામાં બે સગા ભાઇના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.

કાર જે સ્પીડ થી સિગ્નલ પર ઉભેલા બીજા વાહનોને ટક્કર મારે છે તે જોઇને તમારા રૂંવાડા અધ્ધર થઇ જશે. અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો હતો. ઘાયલ થયેલા લોકો રસ્તા પર તડપડી રહ્યા હતા તો કેટલાંક લોકો લોહીલુહાણ થતાં ચીસાચીસ કરી રહ્યા હતા.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન