video viral about people and policeman during coronavirus lockdown
  • Home
  • Featured
  • VIDEO: કેટલાક છે ઓછી બુદ્ધિના નફ્ફટ લોકો, જીવ દાવ પર લગાવી સેવા કરનાર પોલીસની આ હાલત?

VIDEO: કેટલાક છે ઓછી બુદ્ધિના નફ્ફટ લોકો, જીવ દાવ પર લગાવી સેવા કરનાર પોલીસની આ હાલત?

 | 10:48 am IST

ભારતીય ક્રિકેટર હરભજનસિંહે હાલમાં જ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ છે કે, કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન કેટલાક લોકો શેરીઓમાં કંઈ જ કામ વગર આમતેમ ભટકતા જોવા મળે છે. જ્યારે પોલીસ તેનો રસ્તો રોકે તો આ લોકો દાદાગીરી બતાવે છે. એક તરફ પ્રધાનમંત્રી મોદી પણ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપે ત્યારે આવા લોકો પોલીસને માર મારે એવો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકા છે કે, કેટલાક લોકોએ બે પોલીસકર્મીઓને ઘેરી લીધા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક છોકરો પોલીસ જવાનને માર મારી રહ્યો છે. રસ્તા પર પોલીસને ફેંકી દે છે અને સતત તેને મારી રહ્યો છે. આ ભીડમાં બીજા પણ ઘણા લોકો છે. જે આ છોકરાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ છોકરો કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસકર્મીઓને માર મારી રહ્યો છે.

હરભજને આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું છે કે, પોલીસ પ્રત્યેના આપણા ખરાબ વલણને આપણે બદલવું પડશે. આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણો જીવ બચાવવા માટે, આ લોકો પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યા છે અને તેમને આખો દિવસ શેરીઓમાં તૈનાત રહેવું પડે છે. તેમને પણ કુટુંબો છે, પરંતુ તેઓ દેશ માટે તેમની ફરજ બજાવી રહ્યા છે. શું આપણું કર્તવ્ય નથી કે, આપણે પણ આપણા સમાજ અને દેશની રક્ષા માટે ઘરે રહીએ? આપણે આ બાબતને ગંભીરતાથી સમજવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન