Video Viral : Buffalo Exacts Revenge On Miscreants While Riding
  • Home
  • Videos
  • Featured Videos
  • ભેંસે પોતાના પર અત્યાચાર થતાં લીધો એવો બદલો કે Video જોઇ તમે કહેશો શાબાશ!

ભેંસે પોતાના પર અત્યાચાર થતાં લીધો એવો બદલો કે Video જોઇ તમે કહેશો શાબાશ!

 | 10:30 am IST

વાત વ્યક્તિની હોય કે પ્રાણીઓની જ્યારે અત્યાચાર પોતાની હદોને પાર કરે છે કો કોઇપણ પોતાની સીમાને તોડીને બદલો લેવા માટે ઉતરી પડે છે. એક ભેંસે પણ પોતાના પર અત્યાચાર થતા આવો જ બદલો લીધો. વીડિયો જોનારાના મોં માંથી શાબાશ! એવા શબ્દ સરી રહ્યા છે. ભેંસ દ્વારા અત્યાચારનો બદલો લેવાતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોને ભારતીય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી પ્રવીણ કાસવાને શેર કર્યો છે. આ વીડિયો જોઇ એક યુઝરે કમેન્ટ કરતાં લક્યું સારું થયું ભેંસે છોકરાઓને પાઠ ભણાવ્યો નહીં તો આ બીજા પ્રાણીઓ પર પણ અત્યાચાર કરત.

આ વીડિયોમાં 4 થી 5 છોકરાએ એક ભેંસગાડી પર બેઠેલા દેખાય છે અને રસ્તા પર ચાલતી બીજી ગાડીઓથી ભેંસગાડીને આગળ કરવા માટે ભેંસને ડંડા મારે છે. જેમ-જેમ છોકરાઓ ભેંસને ડંડા મારે છે તેમ-તેમ તે ઝડપથી દોડે છે. પરંતુ એક કિનારા પર ભેંસ પોતાનો રસ્તો બદલે છએ અને ડિવાઇડર સાથે ટકરાય છે અને તમામ છોકરાઓ પડી જાય છે. એટલું જ નહીં છોકરાઓ પડતા જ ભેંસ પોતાની સ્પીડમાં ભાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન