Video Viral : Cyclone Amphan in Bengal, Odisha, Kolkata Howrah
  • Home
  • Corona live
  • બંગાળ-ઓરિસ્સામાં અમ્ફાનના કહેરના ભયંકર Videos, કયાંક છત તો કયાંક ઘટાદાર વૃક્ષો ઉખડી ગયા

બંગાળ-ઓરિસ્સામાં અમ્ફાનના કહેરના ભયંકર Videos, કયાંક છત તો કયાંક ઘટાદાર વૃક્ષો ઉખડી ગયા

 | 8:32 am IST

કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહેલા દેશમાં બુધવારના રોજ એક નવું સંકટ સામે આવ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા ચક્રવાતી તોફાન અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકિનારાના વિસ્તારમાં તબાહી મચાવી દીધી. અહીં કોલકત્તાથી લઇ બર્દવાન, નોર્થ-સાઉથ પરગના સુધી ડરામણા મંજર જોવા મળ્યા. કયાંક વૃક્ષ હવામાં ઉડ્યા તો કયાંક છાપરાઓના છાપરા ઉડી ગયા.

આ મહાતોફાનના લીધે બંને રાજ્યોમાં એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે. ઓરિસ્સામાં ત્રણ લોકોના મોતના સમાચાર આવ્યા છે તો પશ્ચિમ બંગાળમાં પણ 10-12 લોકોના મોત થયા છે.

સોશિયલ મીડિયા પર બંગાળ-ઓરિસ્સામાં આવેલા અમ્ફાનથી કેટલાંય વીડિયો આવ્યા છે જેમાં આ તોફાનના તબાહીના ભયંકર દ્રશ્યો જોઇ શકાય છે.

– હાવડા બ્રીજ પર તોફાનનું મંજર

પશ્ચિમ બંગાળના ઐતિહાસિક હાવડા બ્રીજ પર ગુરૂવારના રોજ ડરામણા મંજર દેખાયા. અમ્ફાન આવ્યું તો તેને બધું જ ઝપટમાં લઇ લીધું. બ્રીજ પર લાગેલી બેરિકેટિંગ ઉડવા લાગ્યા તો ત્યાં હાજર ગાડીઓ કે અન્ય વાહનો થોભી ગયા.

હાવડામાં સ્કૂલની છતો ઉડી ગઇ

હાવડાથી જ એક વીડિયો સામે આવ્યો, જ્યાં અમ્ફાન તોફાનની ઝપટમાં આવીને એક સ્કૂલની છત ઉડી ગઇ. વીડિયોમાં જોઇ શકો છો કંઇ રીતે પવનની સામે છત રહેતી નથી.

ઓરિસ્સામાં પણ તબાહીના દ્રશ્યો

ઓરિસ્સાના જગતસિંહપુરમાં પણ અમ્ફાન તોફાનના લીધે મચેલા તબાહીના મંજર ખતરનાક છે. અહીં તમામ વૃક્ષ ઉખડી ચૂકયા છે અને રસ્તા પર તૂટી પડ્યા છે. ઝડપી વરસાદ અને પવનના લીધે વીજળીના થાંભલા પણ ઉખડી ગયા છે.

વાયરલ થઇ રહ્યો છે વીડિયો

IAS અવનીશ શરણે ચક્રવાતી તોફાન અમ્ફાનની તબાહીનો વીડિયો મૂકયો છે, તેમાં દેખાઇ રહ્યું છે કે કંઇ રીતે એક સોસાયટીમાં ઝડપી પવન ફૂંકાયો છે અને ઝાડ તો કાગળની જેમ ઉડી રહ્યા છે.

 

 

 

 

અમ્ફાન તોફાનના લીધે બંગાળમાં પાંચ હજારથી વધુ ઘર તબાહ થઇ ગયા, કેટલાંય સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું, રસ્તા પર ઉભેલા વાહન સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયા અને કેટલાંય વિસ્તારોની વીજળી ગુલ થઇ ગઇ.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કહેવું છે કે કોરોના વાયરસથી વધુ તબાહી તો ચક્રવાતી તોફાન અમ્ફાને રાજ્યમાં મચાવી દીધી.

આ વીડિયો પણ જુઓ : વિશ્વમાં કોરોનાના 50.82 લાખ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન