Video Viral : 'Hum subah khaa ke aaye the' Says Girl's witty reply to PM Modi
  • Home
  • Featured
  • મોદીએ બાળકોને કહ્યું- ખાવાનું મોડું મળ્યું ને? છોકરીનો જવાબ સાંભળી ખુદ PM ખડખડાટ હસવા લાગ્યા

મોદીએ બાળકોને કહ્યું- ખાવાનું મોડું મળ્યું ને? છોકરીનો જવાબ સાંભળી ખુદ PM ખડખડાટ હસવા લાગ્યા

 | 3:27 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમોમાં બાળકો સાથે એવા ઓતપ્રોત થઇ જાય કે બાળકોને પણ મજા પડી જાય છે. કયારેક મોદી બાળકો સાથે મજાક કરતાં જોવા મળે છે. આવું જ એક વખત ફરીથી બન્યું જ્યારે પીએમ મોદી ઉત્તરપ્રદેશમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમની અંતર્ગત બાળકોને ભોજન પીરસવા પહોંચ્યા હતા.

પીએમ મોદી અક્ષય પાત્ર ફાઉન્ડેશનની અંતર્ગત ત્રણ અબજમી થાળી પીરસવા પહોંચ્યા હતા. આ દરમ્યાન બાળકોની વચ્ચે પહોંચ્યા અને અહીં પીએમ મોદીએ બાળકોને પૂછયું, ’12 વાગ્યે જમવાનું મળવું જોઇતું તું , પ્રધાનમંત્રી મોડા આવ્યા, તમારું જમવાનું મોડું થઇ ગયું ને?’

પીએમના પ્રશ્નનો જવાબ એ બાળક આપે તે પહેલાં જ બાજુમાં બેઠેલી છોકરી એ જે જવાબ આપ્યો તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પીએમના સવાલ પર બાળકી એ જવાબ આપતા કહ્યું કે અમે તો સવારથી ખાવાનું ખાઇને આવ્યા હતા.

પીએમ મોદીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે બાળકોની સાથે સારી વાતચીત રહી. જમવામાં મોડું થવા પર પણ બાળકોને ખરાબ લાગ્યું નહીં.પીએમ મોદીનો આ વીડિયો 6 લાખથી વધુ વખત જોવાઇ ગયો અને 2500થી વધુ કમેન્ટ કરાયા છે. લોકો એ આ વીડિયો લઇને પોતાની પ્રતિક્રિયા પણ આપી દીધી છે.

શું છે અક્ષય પાત્ર ફાઉન્ડેશન?
અક્ષય પાત્ર ફાઉન્ડેશન એક એનજીઓ છે જે સરકારની સાથે મળી સરકારી સ્કૂલોમાં બાળકો માટે મિડ ડે મિલ યોજના પર કામ કરે છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશને 2012મા 1 અબજમી થાળી પીરસવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 2016મા 2 અબજમી થાળી અને 2019મા 3 અબજમી થાળી પીરસવાનું આયોજન હતું. અક્ષય પાત્ર ફાઉન્ડેશનનું લક્ષ્ય 2025મા 5 અબજમી થાળી પીરસવાનું છે. અક્ષય ફાઉન્ડેશનની શરૂઆત 2000મા થઇ. 19 વર્ષના નાનકડા સમયમાં આ ફાઉન્ડેશને 12 રાજ્યોના 14702 સ્કૂલો સુધી 1.76 મિલિયન બાળકોને મિડ ડે મિલ યોજનાનો લાભ અપાવ્યો છે.