Video Viral Mama bear plays football with cub in Odisha’s Nabrangpur
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Video: રીંછ મમ્મી-રીંછ બેબી સાથે રમી રહી છે ફૂટબોલ

Viral Video: રીંછ મમ્મી-રીંછ બેબી સાથે રમી રહી છે ફૂટબોલ

 | 3:32 pm IST
  • Share

ઓડિશાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક જંગલી રીંછ તેના બચ્ચા સાથે ફૂટબૉલ રમી રહ્યું છે. આ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વિડીયો ઓડિશાના નબરંગપુર જિલ્લાનો છે. આ વીડિયોમાં મમ્મી રીંછ તેના બચ્ચા સાથે ફૂટબોલ રમતી જોવા મળી હતી. વીડિયો હવે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના શનિવારની હોવાનું જણાવાઈ રહ્યું છે જ્યારે સુખીગાંવના કેટલાક છોકરાઓ એક મેદાનમાં ફૂટબોલ રમી રહ્યા હતા. અચાનક, નજીકના જંગલમાંથી બે જંગલી રીંછ આવ્યા અને તેમની રમતમાં ખલેલ કરી. જંગલી રીંછને જોઈને ડરી ગયેલા છોકરાઓ ફૂટબોલ ત્યાં જ છોડીને ભાગી ગયા.

થોડીવાર પછી, છોકરાઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે, તેમની પાછળ આવવાને બદલે, બંને રીંછ ફૂટબોલ સાથે રમવા લાગ્યા. તેઓએ તેમના પગ અને માથાથી બૉલને લાત મારવા અને ઉછાળવા લાગ્યા. થોડીવાર સુધી રમ્યા પછી, રીંછ ફૂટબોલને તેમની સાથે લઈને જંગલમાં જતા રહ્યા.

છોકરાઓએ થોડે દૂર ઉભા રહીને આ દુર્લભ ઘટનાને રેકોર્ડ કરી હતી. આ વીડિયોને જોઈને એવું દેખાઈ રહ્યું છે કે રીંછ પોતાના બચ્ચા સાથે સારો સમય પસાર કરી રહ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો