video viral of army officials spoke to man after surrender no problem son
  • Home
  • Featured
  • VIDEO: આ છે ભારતના આર્મી ઓફિસરની દિલગીરી, આતંકવાદીને કહ્યું-કંઈ વાંધો નઈ ભૂલ થઇ જાય

VIDEO: આ છે ભારતના આર્મી ઓફિસરની દિલગીરી, આતંકવાદીને કહ્યું-કંઈ વાંધો નઈ ભૂલ થઇ જાય

 | 10:23 pm IST

હાલમાં એક વીડિયો ખુબ જ ચર્ચામાં આવ્યો છે. આ વીડિયો છે આતંકવાદીને લગતો, કે જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. બડગામના ચડુરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે થયેલ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા બતાવવામાં આવેલી માનવતાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ યુવકનો જીવ બચાવવા માટે પરિવારે સુરક્ષા દળોનો આભાર પણ માન્યો.

ઓપરેશન દરમિયાન લગભગ 2 મિનિટ 9 સેકન્ડના આ વીડિયોમાં સૈન્ય અધિકારી વારંવાર આતંકીને હથિયાર છોડીને બહાર આવવાનું કહે છે. આટલું જ નહીં, પહેલા છોટે અને પછી તેનું નામ જહાંગીર કહી રહ્યા છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આર્મી ઓફિસર પ્રયત્ન કરી રહ્યો છે કે કોઈ તેની ઉપર કોઈ ગોળી ન ચલાવે, તે વારંવાર જોરથી કહી રહ્યો છે કે કોઈ ગોળી ચલાવશે નહીં.

વીડિયોમાં આતંકી તેમની તરફ આવતો દેખાય છે. અધિકારીએ કહ્યું, અહીં આવ, કંઇ નહીં થાય. તેને પૂછ્યું કે શું બીજું કોઈ નથી ને અને તેણે પોતાનું હથિયાર ક્યાં રાખ્યું છે. આતંકવાદીએ દૂરના સફરજનના બાગ તરફ ઇશારો કર્યો અને કહ્યું કે ત્યાં. આતંકવાદી અધિકારીની નજીક આવતા જ અધિકારીએ તેને કહ્યું કે વાંધો નઈ ભૂલ થઇ જાય. હવે આ વીડિયો ભારે ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન