Jayanti Bhanushali Dancing Video Viral
  • Home
  • Videos
  • મોતનાં ત્રણ દિવસ પહેલાનો જયંતિ ભાનુશાળીનો વિડીયો આવ્યો સામે, ડાંડીયા રમતા જોવા મળ્યા

મોતનાં ત્રણ દિવસ પહેલાનો જયંતિ ભાનુશાળીનો વિડીયો આવ્યો સામે, ડાંડીયા રમતા જોવા મળ્યા

 | 3:36 pm IST

તાજેતરમાં જ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હજુ તેમનાં હત્યા કેસમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે. આ દરમિયાન તેમનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જયંતિ ભાનુશાળી ડાંડીયા રમતા જોવા મળી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમનો આ વિડીયો સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે જયંતિ ભાનુશાળી ડાંડીયા રમતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગૌસ્વામી સહિત 2 શાર્પશૂટર્સની અટકાયત કરી છે. અત્યારે જયંતિ ભાનુશાળીનો ડાંડીયા રમતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન