Video viral of Kirti Patels with owl forest department will investigate
  • Home
  • Featured
  • TikTokથી જાણીતી બનેલી કિર્તી પટેલ એક વીડિયોના કારણે મોટા વિવાદમાં ફસાઈ, વન વિભાગ કરશે તપાસ

TikTokથી જાણીતી બનેલી કિર્તી પટેલ એક વીડિયોના કારણે મોટા વિવાદમાં ફસાઈ, વન વિભાગ કરશે તપાસ

 | 7:17 pm IST

આજકાલ સોશિયલ મીડિયા એપ ટિકટોક પર ઉભરતા કલાકારો માટે એક પ્લેટફોર્મ પુરું પાડ્યું છે. અને લોકો આ એપથી સ્ટાર્સ પણ થયા છે અને સારી એવી નામના પણ મેળવી છે. ત્યારે વીડિયો મેકિંગ એપ ટિકટોકે (TikTok) ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી મોટી સોશિયલ મીડિયા એપ્લિકેશનોને પાછળ છોડી દીધી છે. પરંતુ આ એપમાં ઘણી વખત લોકો એવું કન્ટેન્ટ મૂકી દે છે જેના કારણે વિવાદમાં ફસાવું પડે છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે.

ટિકટોકથી જાણીતી બનેલી કિર્તી પટેલ હાલ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાઈ છે. ટિકટોક સ્ટાર્સ કિર્તી પટેલે વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતો એક વીડિયો બનાવ્યો હતો. સામાન્ય રીતે કોઈ પણ પશુ-પંખી સાથે તમે રમત કરતો વીડિયો બનાવી ન શકો તેના માટે દેશમાં એક કાયદો બનાવ્યો છે. પરંતુ ઘણા લોકો પોતાના મોજશોખ અને મસ્તીમાં ઘણી વખત મોટી ભૂલ કરી બેસતા હોય છે. ટિકટોકથી જાણીતી બનેલી કિર્તી પટેલે પણ આવી એક ભૂલ કરી છે. રાજ્યમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટમાં ઘુવડનો સમાવેશ થાય છે, જેના કારણે તમે તેને પકડીને તેની સાથે રમત રમી ના શકો, પરંતુ કિર્તી પટેલે આજ મોટી ભૂલ કરી છે. ઘુવડને પકડવું કાયદાકીય રીતે ગુનો ગણાય છે. હાલ વીડિયો કઈ જગ્યાનો છે તે અંગે વન વિભાગ તપાસ કરશે પછી આગળની કાર્યવાહી હાથ ધરશે.

ઘુવડને પકડવુ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો છે
ઉલ્લેખનિય છે કે, ઘુવડને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સરક્ષિત પ્રાણીઓનો કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાયરલ કર્યો છે. ઘુવડને હાથમાં પકડીને વીડિયો ઉતારતા જીવ દયાપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ છે. જેથી અમરેલી વન વિભાગ આ મામલાની તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન