Video Viral on Social Media of Bhavnagar Private Covid Hospital
  • Home
  • Bhavnagar
  • કોરોના દર્દીના નામે ઈન્જેક્શનની ખરીદી કરી વેચી માર્યા, ભાવનગરની ખાનગી હોસ્પિટલનો ચોંકાવનારો વીડિયો વાયરલ

કોરોના દર્દીના નામે ઈન્જેક્શનની ખરીદી કરી વેચી માર્યા, ભાવનગરની ખાનગી હોસ્પિટલનો ચોંકાવનારો વીડિયો વાયરલ

 | 5:08 pm IST

રાજ્યમાં કોરોના રોગચાળાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 63 હજારને પાર પહોંચી છે જ્યારે મૃત્યુઆંક 2,500 નજીક પહોંચ્યો છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે ભાવનગરની એક ખાનગી હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જે ચોંકાવનારો છે. આ વાયરલ વીડિયોમાં કોરોનાના દર્દીના નામે ઈન્જેક્શનની ખરીદી કરી વેચી માર્યાનો આરોપ લગાવવામાં આવ્યા છે.

માહિતી મુજબ સોશિયલ મીડિયા પર હાલ ભાવનગરની એક ખાનગી હોસ્પિટલના ડોકટરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીના નામે RAMDESIVIR 100 MGના 6 જેટલા ઇન્જેક્શન વેચી માર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો પોઝિટિવ દર્દીના સગા અને ડોકટર વચ્ચેનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં ડોકટરે કબૂલ કર્યું કે તેઓએ 6 જેટલા ઇન્જેક્શન વહેંચી માર્યા.


માહિતી મુજબ જે કોરોના પોઝિટિવ દર્દીના નામે આ ઇન્જેક્શન વેંચ્યા તે દર્દીનું ગઈકાલ જ આ ઇન્જેક્શન ના મળવાના કારણે દુ:ખદ મોત થયું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ડોકટર અને પરિવાર વચ્ચે થયેલ વાતચીતનો વીડિયો વાયરલ થયા સમગ્ર ઘટના સામે આવી. આ અંગે જ્યારે ભાવનગર મનપા કમિશનરને જાણ થઈ તો તેમણે ઇન્કવાયરી કમિટીની રચના કરી. ઇન્કવાયરી કમિટીમાં સિવિલ હોસ્પિટલના નોડલ અધિકારી, એમ.ઓ. અને ખાનગી હોસ્પિટલના એક ડોકટર શામેલ રહેશે. જે ઘટના અંગે તપાસ કરશે. જો કે, સંદેશ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોની કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન