Video Viral : Swan try to attack man while rescuing swanling
  • Home
  • Featured
  • જાળીમાં ફસાયેલા હંસના બચ્ચાંને બચાવવાનું આ શખ્સને ભારે પડ્યું, Video વાયરલ

જાળીમાં ફસાયેલા હંસના બચ્ચાંને બચાવવાનું આ શખ્સને ભારે પડ્યું, Video વાયરલ

 | 10:39 am IST

સોશિયલ મીડિયા પર હંસનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વન્યજીવ બચાવ દળ જે સમયે હંસના બચ્ચાંને બચાવી રહ્યું હતું ત્યારે પિતા હંસે તેમના પર હુમલો કરી દીધો. 2014મા બ્રિટનમાં આ રેસ્કયૂ થયું હતું. વાઇલ્ડલાઇન એડના સાઇમને તારમાં ફસાયેલા હંસના બચ્ચાંને બચાવ્યું હતું. બ્રિટનના એક વન્યજીવ બચાવ સંગઠન, વાઇલ્ડલાઇફ એડ એ એ સમયે વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું હંસ ખૂબ જ સુરક્ષાત્મક માતા-પિતા છે. કોબ નામની નર હંસ પોતાના યુવાની રક્ષા માટે ખૂબ જ આક્રમક હોઇ શકે છે.

સંગઠને કહ્યું કે સાઇમન એક હંસના બાળકને બચાવા માટે નીકળ્યા હતા જે ટેમ્સ નદીની પાસે એક તારમાં ફસાઇ ગયું હતું. તેને ખૂબ જ ગુસ્સાવાળા કોબનો સામનો કરવો પડ્યો. જે પોતાના બચ્ચાને પાસે કોઇને જવા દેતું નહોતું. જે પોતાના બચ્ચાંની પાસે કોઇને આવવા દેતા નહોતા.

પશુ કલ્યાણ સંગઠન દ્વારા આ વીડિયો શેર કરાયો હતો, જે 6 વર્ષ બાદ ફરી વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકો છો કે ગુસ્સામાં પિતા હંસ પોતાની પાંખ ફફડાવી રહ્યું છે અને સાઇમનને મારવાની કોશિષ કરી રહ્યું છે. પરંતુ તેમણે હંસને શાંત રાખ્યો અને ત્યાં સુધી ત્યાંથી ખસ્યા નહીં જ્યાં સુધી હંસના બચ્ચાંને બચાવી ના લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન