Video Viral: Taliban Beaten women in Afghanistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો મહિલાઓ પર અત્યાચારનો Video જોઇ કંપી ઉઠશો

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો મહિલાઓ પર અત્યાચારનો Video જોઇ કંપી ઉઠશો

 | 10:11 am IST
  • Share

અફઘાનિસ્તાનમાં કાર્યવાહક સરકાર બન્યા બાદ તાલિબાને પ્રજા પર અત્યાચાર કરવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. તેના પુરાવા કયાંય દૂર સુધી શોધવા જવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બે શખ્સ કોઇ પર કોરડા વરસાવી રહ્યા છે અને મહિલાનો ચીસો પાડવાનો અવાજ સંભળાઇ રહ્યો છે. જો કે ગાડીની પાછળ છુપાયેલ હોવાથી અત્યાચારનો ભોગ કોણ બન્યું છે  તે કહેવું મુશ્કેલ થઇ રહ્યું છે.

વીડિયો પરથી દાવો કરાય છે કે આ વીડિયો અફઘાનિસ્તાનનો છે. તાલિબાની લડાકુઓ અફઘાન મહિલાઓ પર કોરડા વરસાવી રહ્યા છે. વીડિયોમાં એક ગાડી અને આજુબાજુ લોકો ઉભેલા દેખાય છે. અત્યાર સુધીમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જે તાલિબાનના અત્યાચારનો દાવો કરે છે. તો પ્રદર્શનકારીઓ પર તાલિબાનીઓને ગોળીઓ વરસાવતા જોઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ તાલિબાની લડાકુઓ અફઘાનિસ્તાનના બે પત્રકારોનું અપહરણ કરી તેમને બેરહેમીથી ફટકારી રહ્યા હતા. તાલિબાનની કેદમાંથી છૂટા થયા બાદ આ બંને પત્રકારોએ તાલિબાનના અત્યાચારની દાસ્તાન દુનિયાને સંભળાવી હતી. તાલિબાન છેલ્લાં કેટલાંય મહિનાઓથી તેમના રિપોર્ટિંગને લઇ ખૂબ ભડકયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન