Video Viral: Two brother tigers brutal and violent fight for tigress
  • Home
  • Videos
  • Featured Videos
  • લવ-અફેર જાનવરોમાં પણ પાડે છે તિરાડ! વાઘણ માટે બે વાઘ જોરદાર બાખડ્યા, જુઓ Live વીડિયો

લવ-અફેર જાનવરોમાં પણ પાડે છે તિરાડ! વાઘણ માટે બે વાઘ જોરદાર બાખડ્યા, જુઓ Live વીડિયો

 | 6:08 pm IST

તમે ક્યારેય વાઘને લડતા જોયા છે? જો ના જોયા હોય તો આ વીડિયોમાં તમને જોવા મળશે. IFS ઓફિસર પ્રવીણ કુમારે આ વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયો 16 તારીખના રોજ પોસ્ટ કર્યો હતો અને હાલમાં તો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક જ દિવસમાં હજારો લોકો સુધી આ વાઘોની ફાઈટ પહોંચી ગઈ છે. તેણે પોસ્ટમાં જણાવ્યું કે વાઘની લડાઈ કંઈક આવી હોય છે. ખુબ હિંસક અને ડરામણી.

તેણે આગળ કહ્યું કે, વીડિયોમાં રણથંભોરના બે ભાઈ T57 અને T58 છે કે જે લડી રહ્યા છે. હવે લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે કોણ જીત્યું. જ્યારે લોકોના સવાલો વધી ગયા કે કોણ જીત્યું તો ઓફિસરે જવાબ આપ્યો કે T57ની જીત થઈ છે. અને એ પણ જણાવ્યું કે આ લડાઈ T39 માટે હતી અને એમાં કોઈને શારિરીક ઈજા નથી થઈ.

હવે લોકો આવ વીડિયો જોઈને મજા લઈ રહ્યા છે. કોઈએ કોમેન્ટ કરી કે ભાઈ આ બધું છોકરીઓની ઝઝંટ છે. તો કોઈએ લખ્યું કે મને તો મુજસે સાદી કરોગીની યાદ આવી ગઈ. આમ લોકો અવનવી કોમેન્ટો કરી રહ્યા છે. તો જુઓ અહીં વીડિયોમાં વાઘની લડાઈ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન