Video Viral : Woman Saves Her Kid From Falling Off a Balcony
  • Home
  • Featured
  • Video : માતા ફોન પર વાતો કરવામાં વ્યસ્ત, બાળકે બાલ્કનીમાં ડોકિયું કરતાં સર્જાયા ભયંકર દ્રશ્યો

Video : માતા ફોન પર વાતો કરવામાં વ્યસ્ત, બાળકે બાલ્કનીમાં ડોકિયું કરતાં સર્જાયા ભયંકર દ્રશ્યો

 | 10:20 am IST

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુ વેગે વાયરલ થયો છે. કહેવાય છે કે આ વીડિયો ચીનનો છે. માતા લિફ્ટમાંથી પોતાના નાનકડા બાળક સાથે બહાર નીકળે છે. માતા ફોન કરવામાં વ્યસ્ત હોય છે અને બાળક બાલકનીમાંથી કંઇક જોવા માટે એટલો ઉત્સુક હોય છે કે પહેલાં તો ઘૂંટણિયે બેસી જાય છે અને પછી અચાનક જ તે બાલ્કનીની ગ્રીલમાંથી જોવા નીચે વળે છે તો રીતસરનો પડી જાય છે પરંતુ આ જ સમયે માતા જે રીતે પોતાના બાળકને બચાવા નમે છે તેનો આ વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે.

કહેવાય છે કે આ બાલ્કીનીની ગ્રીલ તૂટેલી હતી. પરંતુ છેવટે તો કહેવાય છે ને કે મા તે મા બીજા બધા વગડાના વા એ કહેવાત અહીં સાર્થક થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન