દાહોદ: મહિલા કૉંગ્રેસ મોર્ચાના પતિની પ્રેમલીલાનો વીડિયો વાઇરલ થયો - Sandesh
  • Home
  • Baroda
  • દાહોદ: મહિલા કૉંગ્રેસ મોર્ચાના પતિની પ્રેમલીલાનો વીડિયો વાઇરલ થયો

દાહોદ: મહિલા કૉંગ્રેસ મોર્ચાના પતિની પ્રેમલીલાનો વીડિયો વાઇરલ થયો

 | 9:10 am IST

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ખાતે આવેલી જીલ્લા શિક્ષણ શાખા હસ્તકની પ્રા. શાળા આચાર્ય અને સંજેલી તાલુકા શિ. સંઘના ઉપપ્રમુખ તા. મહિલા કોંગ્રેસ મોર્ચાના પતિનો શાળામાં જ પ્રેમ લીલાની હરકત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સાથે સાથે ગામના માજી સરપંચ અને સરપંચના પતિ પં. ના સભ્ય સહિત 17 જેટલા આગેવાનોએ 10 જેટલા મુદ્દા સાથે તાલુકા જીલ્લા ગાંધીનગર શિક્ષણ મંત્રી સહિત લેખીત રજૂઆત કરી છે.

સંજેલીના ભામણ ખાતે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક કક્ષાએ આચાર્ય વિરુદ્ધ અનેક ફરીયાદો ઉઠી હતી. પણ રાજકીય વગ ધરાવતા આચાર્ય વિરુદ્ધ કોઇ લેખિત રજૂઆત આપતું ન હતું. શાળામાં પ્રેમ લીલા કરતા હોવાની વિડીયો કરી શાળાના બાળકોનું ભવિષ્ય ધ્યાને લઇ શાળામાં ચાલતી લાલયાવાડી અને પ્રેમ લીલા, ગ્રાન્ટોની દૂર ઉપયોગ થયાની જાણ થતા 10 મુદ્દા સાથે લેખિત રજૂઆત કરી હતી.

આ તમામ 10 મુદ્દાઓ સાથે સંજેલી તાલુકાની ભામણ પ્રા. શાળામાં થતી હોવાની આચાર્ય સામે તપાસ કરવા માટે ગામના માજી સરપંચ અને સરપંચના પતિ પંચાયતના સભ્ય સહિત 17  જેટલા આગેવાનો એ તાલુકા જીલ્લા ગાંધીનગર અને શિક્ષણ મંત્રી કેન્દ્રીય મંત્રી ને લેખિત રજૂઆત થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;