#WATCH : Wife of Major VS Dhoundiyal by his mortal remains In Dehradun At Uttarakhand
  • Home
  • Featured
  • પત્ની એ શહીદ મેજરને ચૂમી ‘I Love You’ કહી આપી આખરી વિદાય

પત્ની એ શહીદ મેજરને ચૂમી ‘I Love You’ કહી આપી આખરી વિદાય

 | 11:02 am IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલની પત્ની નિકિતા કૌલના દર્દને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ગયા વર્ષે જ મેજર વિભૂતિ સાથે લગ્ન કરનાર નિકિતાની સામે આજે જ્યારે ત્રિરંગામાં લપટેલ પતિનો નશ્વર દેહ આવ્યો તો તેમણે માથાને ચૂમ્યા બાદ ‘આઇ લવ યૂ’ કહી અંતિમ વિદાય આપી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયાલે મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલનો નશ્વર દેહ સોમવાર સાંજે દહેરાદૂન લવાયો હતો. મંગળવારના રોજ તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મૂકાયો. ‘ભારત માતા કી જય’ અને પાકિસ્તાન વિરોધી નારા લગાવતા ભીડની વચ્ચે પરિવારવાળાઓએ પોતાના લાડલાના અંતિમ દર્શન કર્યા. પત્ની બોલી આઇ લવ યૂ, જુઓ વીડિયો

મેજર વિભૂતિ (34) એ એક વર્ષ પહેલાં જ ફરીદાબાદની નિકિતા કૌલ સાથે લગ્ન કર્યા હતા, જે કાશ્મીરના વિસ્થાપિત પરિવાર સાથે તાલ્લુક રાખે છે. મેજર વિભૂતિ અને નિકિતામાં પ્રેમ હતો અને બંને એ લવ મેરેજ કર્યા હતા. પહેલાં પરિવારનું વિસ્થાપન અને પછી હવે પતિની શહાદતથી કાશ્મીરે નિકિતાને બેવડું દર્દ આપ્યું. નિકિતા અત્યારે ખૂબ જ આઘાતમાં છે અને તેની આંખોના આંસુ પણ સૂકાઇ ગયા છે. તે કયાંય સુધી પતિના નશ્વર દેહને જોયા બાદ તેના માથાને ચૂમી અને નજીક જઇ આઇ લવ યૂ બોલી અંતિમ સફર માટે રવાના કરી દીધા.

દાદી, માતા, બહેનોના લાડલા હતા મેજર વિભૂતિ
દેહરાદૂનના ડંગવાલ રોડ નિવાસી મેજરના પિતા સ્વ.ઓમપ્રકાશ ઢૌંડિયાલનું નિધન થઇ ચૂકયું છે. હવે શહીદના પરિવારમાં વૃદ્ધ દાદી, માતા, ત્રણ બહેનો, અને પત્ની છે. ગયા વર્ષે જ તેમના લગ્ન થયા હતા. બે બહેનોના લગ્ન થઇ ચૂકયા છે. જ્યારે એક બહેનના લગ્ન બાકી છે. મેજરનો પરિવાર મૂળ પૌડી જિલ્લાના બૈજરો ઢૌંડ ગામનો રહેવાસી છે.