Video: World biggest snake to be lifted by CRANE
  • Home
  • Featured
  • Video: બાપ રે! ક્રેનવાળાને સાપને ઉંચકતા છૂટી ગયો પરસેવો

Video: બાપ રે! ક્રેનવાળાને સાપને ઉંચકતા છૂટી ગયો પરસેવો

 | 3:52 pm IST
  • Share

  • ડોમિનિકામાંથી મળ્યો વિશાળકાય સાપ

  • આ સાપ વર્ષા વન (Rainforest)માં જોવા મળ્યો

  • સાપની હરકતોને જોઇને નજીકમાં ઉભેલા લોકો અને ક્રેન ચલાવનાર પણ દંગ રહી ગયા

કેરેબિયન દેશ ડોમિનિકાથી એક એવો વિશાળકાય સાપનો વીડિયો સામે આવ્યો છે. આ સાપ એટલો મોટો છે કે તેને ઉઠાવા માટે ક્રેનની મદદથી લેવી પડી. તેને દુનિયાનો ‘સૌથી મોટો સાપ’ કહેવાય છે. આ સાપ વર્ષા વન (Rainforest)માં જોવા મળ્યો છે.

‘ધ સન’ના રિપોર્ટ પ્રમાણે એક જીવીત સાપ જે કમ સે કમ 10 ફૂટ લાંબો હતો. તેને ક્રેન દ્વારા ઉઠાવામાં આવ્યો. ક્રેનથી લટકતો સાપ ઝડપથી હરકત કરી રહ્યો હતો. આ જોઇને નજીકમા ઉભેલા લોકો અને ક્રેન ચલાવનાર પણ
દંગ રહી ગયા.

જે જગ્યા પર આ સાપ ફસાયો હતો ત્યાં ખતરનાક બોઆ કંસ્ટ્રિક્ટર સાપોની એક પ્રજાતિ જોવા મળે છે. આ પ્રજાતિના સાપ અંદાજે 13 ફૂટ સુધી લાંબા હોય છે. હુમલો કરતા સમયે બોઆ કંસ્ટ્રિક્ટર સાપ પહેલાં પોતાના શિકારને ચારેયબાજુથી જકડી લે છે, પછી તેને મોતને ઘાટ ઉતારતા પહેલાં પોતાના દાંતથી કરડે છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વીડિયોમાં દેખાઇ રહેલ સાપ કઇ પ્રજાતિનો છે.

ઉલ્લેખનીય છે કે ડોમિનિકા જેની લંબાઇ માત્ર 29 માઇલ અને પહોળાઇ 16 માઇલ છે. ડોમિનિકાને ધ નેચર આઇલેન્ડ પણ કહેવાય છે. અહીં મોટાભાગે દુર્લભ પ્રકારના જીવ-જંતુ જોવા મળી જાય છે. રિપોર્ટના મતે આ સાપને સૌથી પહેલાં જંગલમાં કામ કરનાર લોકોએ જોયો હતો. તેને જોતા જ હોંશ ઉડી ગયા. બાદમાં તેને હટાવા માટે ક્રેન બોલાવી પડી. આ ઘટનાની કેટલીય તસવીરો સામે આવી છે. જેમાં સાપને ક્રેનથી લટકતો જોઇ શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો