VIDEO: Yellow python gives little girl a kiss on forehead, cuddles her
  • Home
  • Videos
  • Featured Videos
  • બાળકીને એનું ભાન છે કે આ લાંબો લચક પીળો અજગર એનો કોળિયો કરી જશે? જુઓ વીડિયો

બાળકીને એનું ભાન છે કે આ લાંબો લચક પીળો અજગર એનો કોળિયો કરી જશે? જુઓ વીડિયો

 | 1:15 pm IST

શું તમે સાપને જોઈને ગભરાવ છો? સરકતા સાપની સૃષ્ટિ ઘણા લોકોને ડરાવી શકે છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જોઈને તમને પણ ડર લાગશે. એક છોકરી અને પીળો સાપ શું કરી રહ્યા છે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

એક સાપનો નાની રમતિયાળ છોકરીને ચુંબન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પીળો અજગર એક બાળકીને કપાળ પર ચુંબન કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં અજગર છોકરી પર લપસી રહેલો પણ દેખાય છે. સાપ સાથે રમતી રમતી છોકરી હસી રહી છે. તેના ચહેરા પર કોઈ બીક નથી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહ્યો છે. 12 મિલિયન લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો છે. લોકો આ ટ્વીટ પર રિટ્વીટ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તેમ છતાં કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સાપ એક પાલતુ પ્રાણી છે, ઘણા લોકો ગુસ્સે થઈ રહ્યા છે તો ઘણા લોકોએ અજબ ગજબની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન