Vidya Balan Want to work in Late Sridevi Biopic
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીની બાયોપિકમાં નજરે આવી શકે છે આ બોલિવૂડ અભિનેત્રી, જાણો શું કહ્યું

શ્રીદેવીની બાયોપિકમાં નજરે આવી શકે છે આ બોલિવૂડ અભિનેત્રી, જાણો શું કહ્યું

 | 4:55 pm IST

ગયા વર્ષે બોલિવૂડ જગતને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું એક દુર્ધટનામાં નિધન થયું હતું. આ ખબરથી માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો આઘાતમાં હતા. જોકે હવે શ્રીદેવીના ફેન્સ રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમના જીવન પર બાયોપિક બને.

મીડિયા રિપોર્ટ મુજબ એવા સમાચાર મળ્યા છે કે શ્રીદેવીના જીવન પર બાયોપિક જલ્દી બની શકે છે અને આ બાયોપિકમાં અભિનેત્રી વિદ્યા બાલન તેમનો પાત્ર ભજવતા નજરે આવી શકે છે. સૂત્રો મુજબ આ વાત ખુદ વિદ્યા બાલને કહી છે. વિદ્યા બાલને કહ્યું કે,‘દિવંગત અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ આ બાયોપિકમાં કામ કરવાનું પસંદ કરશે.’ રિપોર્ટ મુજબ વિદ્યા બાલને ‘સ્ટોરી નાઇટ્સ 2.0’ના એક એપિસોડમાં આ ઇચ્છા જાહેર કરી છે.

આ શોના હોસ્ટ દ્વારા જ્યારે વિદ્યા બાલનને પૂછવામાં આવ્યું કે જો દિવગંત અભિનેત્રી શ્રીદેવીની બાયોગ્રાફી બને તો શું તેઓ તેમાં કામ કરવાનું ઇચ્છશે ત્યારે અભિનેત્રીએ કહ્યું કે,‘આના માટે ઘણી હિમ્મતની જરૂર પડશે પરંતુ તેમ છતાં શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે હું આ બાયોપિકમાં કરવા માંગીશ.’ જોકે હાલ તો શ્રીદેવી પર બાયોપિક બનાવવા માટે તેમના પતિ બોની કપૂરે કોઈને રાઇટ્સ આપ્યા નથી. પરંતુ આવનારા સમયમાં આ વાતની મજબૂત સંભાવના છે કે વિદ્યા બાલને આપણે ચાંદનીના પાત્રમાં જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન