Vidyut Jammwal Got Engaged Commando Style Confirms Relation With Nandita Mahtani
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિદ્યુત જામવાલે કરી ‘કમાંડો’ સ્ટાઈલમાં સગાઇ, શેર કરી આ રોમેન્ટિક તસવીરો

વિદ્યુત જામવાલે કરી ‘કમાંડો’ સ્ટાઈલમાં સગાઇ, શેર કરી આ રોમેન્ટિક તસવીરો

 | 1:32 pm IST
  • Share

બોલિવૂડ એક્શન હીરો વિદ્યુત જામવાલે ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે. વિદ્યુત જામવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની નંદિતા સાથે સગાઇ કરી હોવાની વાત જાહેર કરી છે.

‘કમાંડો’ ફેમ અભિનેતા વિદ્યુત જામવાલે તેની ગર્લફ્રેન્ડ ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે સગાઈ કરી લીધી છે, પણ જે રીતે સગાઇ કરી છે એને બધાને ચોંકાવી દીધા છે. વિદ્યુત જામવાલે પોતાની સગાઈને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તેમની સ્ટાઇલને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યુતે 1 સપ્ટેમ્બરના રોજ નંદિતા સાથે સગાઈ કરી હતી, પરંતુ તેણે હવે તેની જાહેરાત કરી છે.

વિદ્યુતે ટ્વીટર પર ટ્વીટ કરીને ફોટો શેર કરીને જણાવ્યું કે તેમની સગાઇ 1 સપ્ટેમ્બરે થઇ ચુકી છે. વિદ્યુત જામવાલે આગરા પાસે આવેલા મિલિટરી કેમ્પમાં જઈને રેપલિંગ કરતા 150 મીટર ઊંચી દીવાલ પર ચઢયા બાદ નંદિતાને પ્રપોઝ કર્યું હતું. નંદિતાએ હા પાડતાં જ વિદ્યુતે એને વીંટી પહેરાવી દીધી હતી.

રેપલિંગ કરતા-કરતા બંનેએ સગાઈ કર્યા બાદ તેઓ તાજમહેલ પણ ગયા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ તસવીરમાં તેઓ તાજમહેલની સામે એકબીજાનો હાથ પકડીને ઉભેલા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન