vidyut jammwal pull ups on tree at river bank video viral
  • Home
  • Featured
  • નદી કાંઠે ઝાડ પર લટકીને વિદ્યુતે એવી કસરત કરી કે સૌ કાયલ થઈ ગયા, વીડિયોએ દરેકને દંગ રાખી દીધા!

નદી કાંઠે ઝાડ પર લટકીને વિદ્યુતે એવી કસરત કરી કે સૌ કાયલ થઈ ગયા, વીડિયોએ દરેકને દંગ રાખી દીધા!

 | 8:50 pm IST

બોલિવૂડનો નવો એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ પણ તેની ઉત્તમ ફિટનેસ માટે જાણીતો છે. તે શરીરને સારી રીતે જાળવવા માટે ઘણો પરસેવો પાડે છે. લોકડાઉન દરમિયાન તે ફાર્મ હાઉસમાં જ જોરશોરથી કસરત કરી રહ્યો છે. વિદ્યુત જામવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે નદી કાંઠે ઝાડની ટોચ પર લટકીને કસરત કરી રહ્યો છે. વિદ્યુતનો આ વીડિયો લોકો માટે આશ્ચર્યજનક છે.

વિદ્યુત જામવાલે આ વીડિયોને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ચાહકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે. અત્યાર સુધી વિદ્યુત જામવાલનો આ અનોખો પુલ અપ્સ મારતો વીડિયો 5 લાખ 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન