Vidyut Jammwal submitted his opinion on the action film
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • એક્શન લોકોને ગમતી હોય ત્યાં સુધી કરવામાં શું વાંધો? જાણો અભિનેતાએ શા માટે આવું કહ્યું

એક્શન લોકોને ગમતી હોય ત્યાં સુધી કરવામાં શું વાંધો? જાણો અભિનેતાએ શા માટે આવું કહ્યું

 | 1:00 pm IST

ગાઝી જેવી સફળ ફિલ્મ બનાવનાર ૩૫ વર્ષના યુવાન દિગ્દર્શક સંકલ્પ રેડ્ડીએ લસ્ટ સ્ટોરીની તેલુગુ આવૃત્તિનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને હવે એ વિદ્યુત જામવાલને હીરોની ભૂમિકામાં કલ્પીને એક ફિલ્મની પટકથા લખવાની શરૂઆત કરી ચૂક્યો છે. સંકલ્પ કહે છે કે આ ફિલ્મમાં રિયલ લાઈફ ઘટનાઓને સમાવી લેવાની છે અને એક્શન પેક ફિલ્મ બનાવવાનો આઈડિયા છે. એક્શનમાં વિદ્યુત જામવાલથી વધુ પરફેક્ટ કોઈ હીરો નથી.

વિદ્યુતને આ વિશે વાત કરીને પૂછયું કે સાંભળવા મળ્યું છે કે તારા પિતા સંકલ્પને મળ્યા હતા અને પ્રપોઝલ મૂકી હતી કે મારા દીકરાને લઈને એક એક્શન ફિલ્મ બનાવ!

વિદ્યુતે ખૂબ જ પ્રામાણિકતાથી કબૂલ કરી લીધું કે હા, એ વાત સાચી છે. મારા પિતા ઈન્ડિયન આર્મીમાં ઓફિસર છે. એમણે ગાઝી ફિલ્મ જોઈ તો એ ખૂબ જ પ્રભાવિત થયા હતા. એટલે એમણે સંકલ્પને મળીને વાત કરી કે વિદ્યુત એક્શનમાં અજોડ છે. એની એક્શનનો લાભ લઈને કોઈ ફિલ્મ બનાવ!

સંકલ્પ ૩૫ વર્ષનો છે અને વિદ્યુત હવે ૩૯ વર્ષનો થયો છે. બે બિલકુલ યુવાઓની ટેલેન્ટ ભેગી મળશે તો ખરેખર કોઈ ધમાકેદાર ફિલ્મ જોવા મળશે!

તું અત્યારે શું કરી રહ્યો છે? એવું પૂછયું તો વિદ્યુત કહે, ફારૂક કબીરની ફિલ્મ ખુદા હાફિઝ કરી રહ્યો છું. સાથે સાથે કમલ હાસન સરની ઈન્ડિયન-ટુનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે.

તને તારા મેનેજરે ટ્રાયમ્ફ બીસ્ટ મોટરસાઈકલ તને ભેટ આપી? શું વાત છે? એવું પૂછયું તો વિદ્યુત સ્મિત કરી ઊઠયો. એને મારી મોટરસાઈકલ ઘેલછા ખબર છે. મને જબરજસ્ત કસરત કરતા રહીને સ્નાયુઓ પરફેક્ટ રાખવાના શોખની ખબર છે એમ કસરત કરી લીધા પછી મોટરસાઈકલ ઉપર ફુલસ્પીડમાં રાઈડ લેવાનો શોખ પણ ખબર છે. બસ! મને રાઈડ લેવાની મોજ પડી જાય એટલા માટે તેણે મને આ બાઈક ભેટ આપી છે.

તમે જ સવાલ મને પૂછયો એ મેં એને પણ પૂછયો હતો કે ભાઈ! મને અચાનક આ બાઈક કેમ ગિફ્ટ કરી? તો એણે કહેલું, મેં ઘણાબધા લોકો સાથે કામ કર્યું છે. મને તારી સંવેદનશીલતા ખૂબ જ ગમી ગઈ. હું ભાવુક થઈ ગયો એટલે તારા માટે આ બાઈક ગિફ્ટ કરવાનું મન થયું. તું અમારું આટલું બધું ધ્યાન રાખે છે તો હું જરાક તારું ધ્યાન ન રાખી શકું?

મને તો એની વાત સાંભળીને ઇચ્છા થઈ ગઈ કે એને ભેટી પડું. અને ખરેખર એને ભેટી પડયો હતો. યાર! એ હવે મારો મિત્ર બની ગયો છે.

એને જ્યારે પૂછયું કે માત્ર એક્શન ફિલ્મો જ કરતો રહીશ? તો એ પ્રામાણિકતાથી બોલ્યો, એક્શન ચાલે છે તો શા માટે નહીં? જ્યારે ન ચાલે તો બીજું કશુંક વિચારીશ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન