Business: vietjet airline is finally launching flights to India
  • Home
  • Business
  • માત્ર 9 રૂપિયામાં કરો વિદેશની હવાઇયાત્રા, જાણો શું છે ખાસ ઓફર

માત્ર 9 રૂપિયામાં કરો વિદેશની હવાઇયાત્રા, જાણો શું છે ખાસ ઓફર

 | 10:37 am IST

શું તમારું વિદેશમાં ફરવા જવાનું સપનુ છે. અને જો તમે બજેટની ઉણપને કારણે તમારી મુસાફરી કરી શકતા નથી, તો તમારા માટે ખુશખબરી છે. પ્રખ્યાત વિયેતજેટ એરલાઇન્સ તમારા માટે એક છપ્પરફાડ ઓફર લઇને આવી છે.

આ એરલાઇન ફક્ત 9 રૂપિયામાં વિયેતનામની મુસાફરી કરાવે છે. આ એરલાઇન્સે ભારત અને વિયેતનામ વચ્ચે ડાયરેક્ટ ઉડાન ભરવાની જાહેરાત કરી છે. માટે આરંભની ઉડાન માટે કંપનીએ આ જોરદાર ઓફર આપી છે.

વિયેતજેટ એરલાઇન પ્રથમ વખત નવી દિલ્હીથી ચિન મીન સિટી અને હનોઈ માટે નવા રુટ પર હવાઇ સફર શરૂ કરવા જઇ રહી છે. આ લોન્ચિગના ઉત્સવ પ્રસંગે એરલાઇન્સે ત્રણ ગોલ્ડન ડેઝના સમય પર સુપર-સેવિંગ ટિકિટોની રજૂઆત કરી છે.

સૌથી વધુ સારી વાત તે છે કે આ ટિકિટની કિંમત ફક્ત 9 રૂપિયા રાખવામાં આવી છે. એરલાઇન મુજબ, 6 ડિસેમ્બર 2019 થી નવી દિલ્હીથી દર અઠવાડિયે સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના રોજ ચાર ફ્લાઇટ્સ હો-ચી-મિન સિટીમાટે જશે. તેમજ હનોઇથી નવી દિલ્હીના રુટ પર 7 ડિસેમ્બર 2019 થી દરેક સપ્તાહ મંગળવાર, ગુરુવાર અને શનિવારના પરત આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન