વિયેતનામે દક્ષિણ ચીન સાગરમાં રોકેટ લોન્ચર્સ મોકલતા તણાવ - Sandesh
  • Home
  • World
  • વિયેતનામે દક્ષિણ ચીન સાગરમાં રોકેટ લોન્ચર્સ મોકલતા તણાવ

વિયેતનામે દક્ષિણ ચીન સાગરમાં રોકેટ લોન્ચર્સ મોકલતા તણાવ

 | 4:22 am IST

હોંગકોંગ, તા. ૧૦

દક્ષિણ ચીન સાગરમાં તણાવની સ્થિતિ વધુ ગંભીર બને તેવા સંકેતો મળી રહ્યો છે. તાજેતરમાં જ ચીન દ્વારા પોતાના કૃત્રિમ ટાપુ પર યુદ્ધ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની તસવીરો ફરતી થતાં દુનિયાના દેશો ચિંતામાં મુકાયા હતા. આ ઘટના બાદ દક્ષિણ ચીન સાગર પર પોતાનો કબજો માનના વિયેતનામે અહીંયાં કેટલાક રોકેટ લોન્ચર્સ મોકલ્યા છે. આ લોન્ચર્સ ચીનના કૃત્રિમ ટાપુને નિશાન બનાવે તે રીતે ગોઠવવામાં આવ્યા હોવાની ચર્ચા છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિયેતનામે સ્પ્રાટલી આઈલેન્ડના પાંચ બેઝ પર રોકેટ લોન્ચર તૈનાત કર્યા છે. વિયેતનામના આ પગલાંથી ચીન નારાજ થઈ શકે છે. ઈન્ટેલિજન્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આકાશમાંથી નજર નાખવામાં આવે તો ત્યાં રોકેટ લોન્ચર્સ દેખાતા નથી. હાલમાં માત્ર લોન્ચર્સ જ મુકાયા છે અને તેને હથિયારોથી સજ્જ કરાયા નથી. આગામી બે ત્રણ દિવસમાં ચીનના વિવિધ ઠેકાણા પર હુમલો કરાય તેવી પૂરતી શક્યતા છે.

વિયેતનામે આ અહેવાલને નકાર્યો

જૂન મહિનામાં જ ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર સિનિયર લેફ્ટનન્ટ નગુએન ચી વિન્હે જણાવ્યું હતું કે, વિયેતનામ સ્પ્રાટલી આઈલેન્ડ પર કોઈપણ પ્રકારના લોન્ચર્સ કે હથિયારો તૈનાત કરવાની વેતરણમાં નથી. કોઈપણ મુદ્દે નિર્ણય લેવાનો પણ અમને અધિકાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન