NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિજયરથ પર સવાર મુંબઈને રોકવા પંજાબ પર પ્રેશર વધ્યું

વિજયરથ પર સવાર મુંબઈને રોકવા પંજાબ પર પ્રેશર વધ્યું

 | 2:10 am IST

ઇંદોર, તા. ૧૯

સતત ચાર મેચમાં જીત મેળવી વિજયરથ પર સવાર બે વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ગુરુવારે કિંગસ ઇલેવન પંજાબ સામે ટકરાશે ત્યારે તેનું લક્ષ્ય જીતની લય જાળવી રાખવા પર રહેશે. મુંબઈએ અત્યાર સુધી પાંચ મેચ રમી છે જે પૈકી ચારમાં જીત મેળવી આઠ પોઇન્ટ સાથે બીજા નબંરે છે. પંજાબે પણ પાંચ મેચ રમી છે જે પૈકી બેમાં જીત મેળવતાં પાંચમા સ્થાને છે.

મુંબઈની સૌથી મોટી સમસ્યા તેનું ટોપ ઓર્ડર છે જે અત્યાર સુધી ખાસ દેખાવ કરી શક્યું નથી પરંતુ તેની ભરપાઈ મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડર દ્વારા કરવામાં આવતાં મુંબઈ મેચ પોતાના નામે કરી શકી છે. મુંબઈ માટે સૌથી મોટી રાહત ર્હાિદક અને કૃણાલ પંડયાનો સાતત્યપૂર્ણ દેખાવ છે. હરભજનસિંહ પણ બોલિંગમાં ઝળકી રહ્યો છે જ્યારે મલિંગા, બુમરાહ અને મેક્લેનઘન પણ સારો દેખાવ કરી રહ્યા છે.

બીજી તરફ પંજાબે હોમ ગ્રાઉન્ડ ઇંદોરમાં રમાયેલી શરૂઆતની બંને મેચમાં વિજય મેળવ્યા બાદ સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ટીમ પાસે મેક્સવેલ, મનન વોહરા, ડેવિડ મિલર અને ઇયોન મોર્ગન જેવા વિસ્ફોટક બેટ્સમેનો છે પરંતુ સાતત્યપૂર્ણ દેખાવના અભાવે ટીમને હાર મળી રહી છે. આ ઉપરાંત બોલિંગ આક્રમણ પણ મુંબઈની સરખામણીએ ઘણું નબળું હોવાથી બોલિંગ વિભાગમાં સુધારો કરવો પડશે.

પંજાબે પોતાની બંને જીત ઇંદોરમાં મેળવી હતી અને આ મેચ પણ ઇંદોરમાં રમાનાર છે જેને કારણે પંજાબ સામે મુંબઈને વિજયી લય જાળવી રાખવી મુશ્કેલ બની રહે તેમ છે. મુંબઈએ આ સિઝનમાં જોરદાર દેખાવ કર્યો છે પરંતુ બંને વચ્ચેના અત્યાર સુધી રમાયેલા કુલ મુકાબલાનો રેકોર્ડ જોવામાં આવે તો બંને ટીમોએ એકબીજાને જોરદાર ટક્કર આપી છે. બંને ટીમો કુલ ૧૮ વખત ટકરાઈ છે જે પૈકી બંનેએ ૯-૯ વખત મેચ જીતવામાં સફળતા મેળવી છે.