NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વિજય માલ્યાને ગેસ્ટ હાઉસમાં કેદ રાખવા મહારાષ્ટ્રે તૈયારી બતાવી

વિજય માલ્યાને ગેસ્ટ હાઉસમાં કેદ રાખવા મહારાષ્ટ્રે તૈયારી બતાવી

 | 4:32 am IST

મુંબઇ, તા.૧૪

ભારતમાં જેલોની બદતર હાલત વિષે વિજય માલ્યાના વકીલો સતત રજૂઆત કરતાં હોઇ તેમની દલીલો નકારવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તે સરકારી ગેસ્ટ હાઉસને જેલમાં તબદીલ કરવા માટે તૈયાર છે. સિનિયર સરકારી અધિકારીના જણાવ્યા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે દેશના કોઇ પણ સ્થળને જેલમાં તબદીલ કરવાની સત્તા રહેલી છે. અધિકારીએ જણાવ્યું હતું કે જો ભારતમાં જેલોની હાલત એ માલ્યાના પ્રત્યાર્પણ માટે અવરોધ બને તેમ હોય તો અમે કેન્દ્ર સરકારને આ વિકલ્પ વિશે પણ વિચારવા માટે જણાવ્યું છે. અમે માલ્યાને ગેસ્ટહાઉસમાં રાખીશું અને તેને જેલ જાહેર કરીશું.

દિલ્હીમાં ગૃહ મંત્રાલયના અમલદારોની આ મામલે એક બેઠક યોજાઇ હતી જેમાં વિજય માલ્યાના વકીલોની સામે યુકેની અદાલતમાં પ્રત્યર્પણ માટે શું વ્યૂહ અપનાવવો તેની ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગઉબાના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં જો માલ્યાનું પ્રત્યાર્પણ થાય તો તેને ક્યાં રાખવા તે વિશે નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૦ નવેમ્બરે આ કેસની સુનાવણી થવાની છે જ્યારે પ્રત્યાર્પણનો ખટલો ૪ ડિસેમ્બરે શરૂ થશે.

સરકારે વિજય માલ્યાને રાખવા માટે મુંબઇની આર્થર રોડ જેલમાં બેરેક નં ૧૨ની પસંદગી કરી છે. સરકારે દાવો કર્યો છે કે આ જેલમાં યુરોપિયન જેલ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. યુકેની અદાલતમાં ઇડીની પ્રત્યાર્પણની વિનંતી સામે દલીલો કરતાં માલ્યાના વકીલોએ જણાવ્યું હતું કે ભારતની જેલોમાં આધુનિક દાક્તરી સુવિધાઓ ઉપલબ્ધ નથી તેને કારણે માલ્યાનું લંડનમાં રહેવું વાજબી છે.

કિંગફિશર હાઉસનું છઠ્ઠીવાર લિલામ, રિઝર્વ પ્રાઇસ ૮૨ કરોડ

જાહેર ક્ષેત્રની બેન્કોના કરોડો રૂપિયા ડુબાડનાર વિજય માલ્યાના કિંગફિશર હાઉસનું છઠ્ઠીવાર લિલામ કરવામાં આવશે. આ વખતે રિઝર્વ પ્રાઇસ ૮૨ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કર્ણાટક ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ દ્વારા આપવામાં આવેલી જાહેરખબર અનુસાર કિંગફિશર એરલાઇન્સની મુંબઇ ઓફિસનું ૧૯ ડિસેમ્બરે સવારે ૧૧ અને ૧૨ વાગ્યાની વચ્ચે ઇ- ઓક્શન કરવામાં આવશે. રસ ધરાવતા બીડરે ૫૦ લાખ રૂપિયા એડવાન્સ આપવાને રહેશે.

;