વિજય માલ્યાએ કહ્યું, "લઈ લો બધાં પૈસા, પણ ચોર ન કહો" - Sandesh
  • Home
  • Business
  • વિજય માલ્યાએ કહ્યું, “લઈ લો બધાં પૈસા, પણ ચોર ન કહો”

વિજય માલ્યાએ કહ્યું, “લઈ લો બધાં પૈસા, પણ ચોર ન કહો”

 | 11:45 am IST

બેંકોનના કરોડો રૂપિયા લૂંટીને દેશ બહાર ભાગી છૂટેલા વિજય માલ્યાને હવે પ્રત્યાર્પણનો ડર બહુ ભયંકર સતાવી રહ્યો છે. જેને પગલે હવે તેમણે શરાફાઈ બતાવવાનું ડહાપણ આવ્યું છે.  ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ પ્રત્યર્પણ પર ચુકાદો આવવાના 4 દિવસ પહેલા કહ્યું હતું કે આખી લોન ચૂકવવા તૈયાર છું. ત્યારે હવે કહે છે કે મારા બધાં પૈસા લઈ લો પણ મને ચોર ન કરો.” ભારતીય બેંકોને ઉદ્દેશીને આ મામલે વિજય માલ્યાએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેનો પ્રસ્તાવ માની લેવા કરગરતો હતો.તો સાથે સાથે અગસ્તાવેસ્ટલેન્ડના મામલે તેમણે પ્રત્યાર્પિત મિશેલ જોડે કોઈ પણ જાતનો સંબંધ હોવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

વિજય માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયા બાકી છે. આ લોન તેમની કંપની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવી હતી. માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે. જાણો અહિં શું કહ્યું વધું ટ્વિટમાં …..

વિજય માલ્યાએ અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ડીલ મામલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્પર્પણ સાથે પોતાનું કોઈ કનેક્શન હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. માલ્યાએ ટ્વીટ કર્યું કે તેનો મામલો અને લોન ન ચૂકવવાની ઓફરને એકબીજા સાથે ન જોવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા માલ્યાએ ભારત સરકારને તમામ પૈસા પરત કરવાની ઓફર કરી હતી.

માલ્યાનું કહેવું છે કે, કિંગફિશર ત્રણ દશક સુધી ભારતની સૌથી મોટું આલ્કોહોલિક બ્રેવરેજ ગ્રપ હતું. આ દરમિયાન અમે સરકારી ખજાનામાં હજારો કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું. કિંગફિશર એરલાઈન્સને ગુમાવ્યા બાદ પણ હું બેંકોના નુકસાનને ભરપાઈ કરવા માટે તૈયાર છું.

તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, આદરપૂર્વક, મારા પર ટિપ્પણી કરનારાઓનું કહેવા માંગું છું કે હું નથી સમજી શકતો કે મારા પ્રત્યર્પણના ચુકાદા અને લોન ચૂકવવાના પ્રસ્તાવને હાલમાં દુબઈથી પ્રત્યર્પણ સાથે કેવી રીતે જોડવામાં આવી રહ્યું છે. હું જ્યાં પણ રહું, મારી અપીલ એ જ છે, પ્લીઝ પૈસા લઈ લો. હું આ કિસ્સાને ખતમ કરવા માંગું છું કે મેં બેંકોના પૈસા ચોરી કર્યા છે.

માલ્યાએ આગળ લખ્યું કે, જનતાના પૈસા સૌથી જરૂરી બાબત છે અને હું 100 ટકા પૈસા પરત કરવાની રજૂઆત કરું છું. હું બેંકો અને સરકારને વિનંતી કરું છું કે તેઓ આ રજૂઆતને સ્વીકારી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન