UK court entitled to take assets in my name: Vijay Mallya
  • Home
  • Featured
  • બ્રિટનમાં માલ્યાની સંપત્તિના નામે ‘ઠનઠન ગોપાલ’, કહ્યું- મારા ઘરને ‘અડી’ પણ નહીં શકો

બ્રિટનમાં માલ્યાની સંપત્તિના નામે ‘ઠનઠન ગોપાલ’, કહ્યું- મારા ઘરને ‘અડી’ પણ નહીં શકો

 | 8:56 pm IST

બેન્કો પાસેથી 9000 કરોડ રૂપિયાની લોન લઇ ભાગી જનાર દારૂના બિઝનેસમેન વિજય માલ્યાની વિરૂદ્ધ ભલે બ્રિટનની કોર્ટે ઘરનું સર્ચિંગ અને જપ્ત કરવાનો આદેશ આપી દીધો છે. પરંતુ તેનાથી કદાચ જ તેના પર કોઇ ફરક પડશે. વિજય માલ્યાએ રવિવારના રોજ કહ્યું કે તેઓ કોર્ટના એન્ફોર્સમેન્ટ ઓફિસર્સના આદેશોનું પાલન કરશે, પરંતુ તેમની પાસે કંઇ કરવા માટે હશે જ નહીં. તેમણે કહ્યું કે તેનું કારણ એ છે કે બ્રિટન સ્થિત આલીશાન ઘરમાં તેમના નામ પર કંઇ છે જ નહીં.

પૂર્વ દારૂના વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતે બ્રિટનની કોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં નિર્ણય આવી શકે છે. માલ્યાની વિરૂદ્ધ કેસમાં 31 જુલાઇ સુધી મૌખિક ચર્ચાનો સમય છે અને અપીલ કરી શકે છે. બ્રિટિશ ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પિક્સ દરમ્યાન વાત કરતાં માલ્યાએ કહ્યું કે બ્રિટનમાં જે સંપત્તિ તેમના નામ પર છે, તેને તેઓ સોંપી દેશે. પરંતુ એક લક્ઝરી ઘર તેમના બાળકોના નામ પર છે, જ્યારે લંડનમાં હાલનું ઘર તેમની માતાનું છે. એવામાં સરકારની તરફથી કોઇ અડી પણ શકશે નહીં.

બ્રિટિશ ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પિક્સમાં વિજય માલ્યા ફોર્સ ઇન્ડિયા ટીમના સહ-માલિક છે. માલ્યાએ કહ્યું કે હું યુકેની કોર્ટને પોતાની બ્રિટન સ્થિત સંપત્તિઓ અંગે એફિડેવિટ આપીને જણાવી દીધું છે. તેમણે ફ્રીજિંગ ઓર્ડરના અનુરૂપ જપ્ત કરી શકાય છે. માલ્યાએ કહ્યું કે મારી પાસે કેટલીક કાર અને જ્વેલરી છે. મેં કહ્યું કે તેના માટે તમારે મારા ઘર સુધી આવવાની જરૂર નથી. હું જાતે જ આવીને સોંપી જઇશ, બસ મને ટાઇમ, તારીખ અને જગ્યા જણાવી દેજો.