Vijay Mallya Twits and Said Ready to Payment All Dues
  • Home
  • Business
  • જેલ જવાથી ભયભીત થયો વિજય માલ્યા, ટ્વિટમાં ફરી કરી આ વિનંતી

જેલ જવાથી ભયભીત થયો વિજય માલ્યા, ટ્વિટમાં ફરી કરી આ વિનંતી

 | 12:35 pm IST

બેંકોનું હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી જનાર ભાગેડુ કારોબારી વિજય માલ્યાએ ગુરૂવારે કેટલાક ટ્વિટ કરીને એકવાર ફરી બેંકોને દેવાની ચુકવણી કરવાની વાત કરી છે. બુધવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ પ્રતિક્રિયા રૂપે માલ્યાએ આ રજૂઆત કરી છે.

માલ્યાએ ટ્વિટ કરી લખ્યું કે,‘બુધવારે મે વડાપ્રધાનના સંસદીય ભાષણને સાંભળ્યું. તેઓ સંપૂર્ણ પણે એક સારા વક્તા છે. ભાષણમાં તેમને 9,000 કરોડ રૂપિયા લઈને ભાગી જનારા એક અજ્ઞાત વ્યક્તિ વિશે વાત કરી. મીડિયાની ખબરોથી હું અંદાજો લગાવી શકું છું કે તેમનો ઇશારો મારી તરફ હતો.’

ઉપરાંત બીજા ટ્વિટમાં માલ્યાએ કહ્યું કે,‘હું આદરપૂર્વક પૂછવા માંગું છે કે જ્યારે પહેલા પણ મે દેવાની ચુકવણી કરવાની વાત કહી છે તો પછી વડાપ્રધાન તેમની બેંકોને મારી પાસેથી મૂડી લેવાનો આદેશ કેમ આપતા નથી, જેથી તેઓ કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલ દેવાની સંપૂર્ણ રીતે વસૂલાતનો દાવો તો કરી શકે.’

આ સિવાય અન્ય એક ટ્વિટમાં માલ્યાએ લખ્યું કે,‘દેવાની ચુકવણી માટે મે પહેલાથી જ કર્નાટક ઉચ્ચ અદાલતમાં રજૂઆત કરી છે. તેને હળવાશમાં લઈને ફગાવી શકાય નહીં. આ સંપૂર્ણ રીતે વાસ્તવિક, ગંભીર, ઉચિત અને ત્વરિત સમાધાન કરવાની રજૂઆત છે. મને ખબર નથી કેમ બેંક કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલ મૂડી પરત નથી લઈ રહ્યાં.’

માલ્યા ટ્વિટ કરી કહ્યું કે,‘મને મીડિયામાં જાહેર થયેલ ઈડીના આ દાવા વિશે વાત કરતા પણ ઘણું દુખ થઈ રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મે મારી મિલકતોની વિગત છુપાવી છે. જો મારે મિલકતની માહિતી છુપાવી હોત તો લગભગ 14,000 કરોડ રૂપિયાની સંપત્તિને મે કોર્ટમાં બધાની સામે જાહેર ન કરી હોત. લોકોમાં શર્મનાક રીતે ભ્રમ ફેલાવામાં આવ્યો છે પરંતુ આ આશ્ચર્ચજનક નથી.’

નોંધનીય છે કે ભાગેડુ આર્થિક અપરાધ અધિનિયમ હેઠળ ગત મહિને વિજય માલ્યાને એક ભાગેડુ આર્થિક અપરાધી ઘોષિત કરવામાં આવ્યો હતો. તેઓ 2 માર્ચ, 2016ના રોજ ભારત છોડી વિદેશ ભાગી ગયો હતો. લંદનની એક કોર્ટે 10મી દિસેમ્બર,2018એ માલ્યાના ભારત પ્રત્યર્પણનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.