"વિજયભાઈ રૂપાણીને હું સાથે મળીને કામ કરીશું" : નીતિન પટેલ - Sandesh
  • Home
  • Gandhinagar
  • “વિજયભાઈ રૂપાણીને હું સાથે મળીને કામ કરીશું” : નીતિન પટેલ

“વિજયભાઈ રૂપાણીને હું સાથે મળીને કામ કરીશું” : નીતિન પટેલ

 | 6:04 pm IST

વિજય રૂપાણી અને હું સાથે મળીને કામ કરીશું આ શબ્દો છે ડેપ્યુટી સીએમ નીતિનન પટેલના. તેમની ડેપ્યુટી સીએમ તરીકે વરણી થયાં બાદ પત્રકારોનવવે કરેલા સંબોધનમાં આમ કહ્યું હતું.

નીતિન પટેલે કહ્યું હતું કે “અરુણ જેટલીના અધ્યક્ષ સ્થાને નિરિક્ષક સરોજ પાંડે અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ કરીને અમારા સીનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અમારા નેતા વિજય રૂપાણીને સીએમ તરીકે સૂચિત કર્યા. અને તેને સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે રીતે અમે સાથે અમે સાથે મળીને કામ કર્યું છે તે રીતે હું અને વિજય રૂપાણી સાથે મળીને અમે સરકાર અને સંગઠનમાં કામ કરીશું. જેથી દરેક નાગરિકને એવું લાગે કે ગુજરાતની સરકાર અમારી સરકાર છે તે રીતે કામ કરશું. અમે ગુજરાતને વધું આગળ લઈ જવા પ્રયત્ન કરીશું.”

નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે “પીએમ મોદીને ગુજરાત માટે વિશેષ પ્રેમ છે. ગુજરાતને તે જે ઉંચાઈ પર જોવા માંગે છે તે તેમના સપનાના ગુજરાત બનાવવા કામ કરીશું.”