Vijay Rupani Rresigned Story Of Just as Vijay Rupani entered, so did M's sudden exit
  • Home
  • Featured
  • જે રીતે વિજય રૂપાણીની Entry થઈ, એ જ રીતે અચાનક એમની Exit પણ થઈ

જે રીતે વિજય રૂપાણીની Entry થઈ, એ જ રીતે અચાનક એમની Exit પણ થઈ

 | 4:16 pm IST
  • Share

વિજય રૂપાણીએ શનિવારે અચાનક રાજીનામું આપીને તમામને ચોંકાવી દીધા છે. આજે બપોરે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રૂપાણીએ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ત્યારબાદ વિપક્ષના નેતાઓ બીજેપી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીએ અચાનક જ રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. હવે મજાની વાત તો એ છે કે જે રીતે વિજય રૂપાણીની એન્ટ્રી થઈ હતી, તેવી જ રીતે અચાનક એક્ઝીટ પણ થઇ છે.

ગુજરાતના રાજકારણમાં અચાનક રાજીનામાનો દોર વિજય રૂપાણીએ યથાવત રાખ્યો છે. વિજય રૂપાણીએ શનિવારે બપોરે અચાનક જ રાજયપાલને મળીને રાજીનામું સોંપી દીધું હતું. તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ ફેસબુકના માધ્યમથી મોવડીમંડળ સમક્ષ રાજીનામાની વિનંતી કરી હતી. જે બાદ સૌ કોઇ નીતિન પટેલને મુખ્યપ્રધાન પદના પ્રબળ દાવેદાર માની રહ્યાં હતા.

જો કે અંતિમ ઘડીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી અને 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના 16માં મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. વિજય રૂપાણી આમ તો 30 વર્ષ કરતા વધારે વર્ષની રાજકીય કારકિર્દી ધરાવે છે. પણ ધારાસભ્ય તો તેઓ 2014માં બન્યા અને સીધું મુખ્યમંત્રી પદ મળ્યું. નરેન્દ્ર મોદી પણ સીધા મુખ્યમંત્રી બન્યા હતા અને બાદમાં વિજયભાઇની જ વિધાનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા હતા..

અત્રે નોંધનીય છે કે ઉત્તરાખંડમાં બે-બે વખત સીએમ બદલવાની નોબત પડી છે. બીએસ યેદિયુરપ્પા, તીરથ સિંહ રાવત, સર્વાનંદ સોનોવાલ, તીરથ સિંહ રાવત પછી વિજય રૂપાણી પાંચમાં એવા મુખ્યમંત્રી છે, જેમને સત્તા પરથી ઉતરવાનો વખત આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો