કોઈની સાથે નહિં રખાય ભેદભાવ : વિજય રૂપાણી - Sandesh
  • Home
  • Gandhinagar
  • કોઈની સાથે નહિં રખાય ભેદભાવ : વિજય રૂપાણી

કોઈની સાથે નહિં રખાય ભેદભાવ : વિજય રૂપાણી

 | 6:32 pm IST

ગુજરાતમાં ભાજપની ચૂંટાયેલી પાંખના નેતા તરીકે વિજય રૂપાણીની નિયુક્તિ પછી તેમણે આ જવાબદારી સોંપવા માટે ભાજપ મોવડી મંડળનો આભાર માન્યો હતો. ભાજપને ક્લિયર મેજોરિટી આપવવા માટે તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, ” અનુભવ ચોક્કસપણે ઉપયોગી થશે. કેબિનેટ અને શપથવિધિ વિશે ટૂંક સમયમાં જાહેરાત કરાશે.” નવી સરકારમાં વિરોધ પક્ષ સારી એવી સંખ્યામાં છે તે અંગેના સવાલ અંગે પૂછાતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “કોઈની સાથે ભેદભાવ નહિં રખાય.”

વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “હું સૌથી પહેલાં કેન્દ્રીય નેતૃત્વનો હું આભાર પ્રગટ કરું છું. તેમણે અમારા પર ભરોસો મૂકીને અમને ગુજરાતની જવાબદારી સોંપી. આ ઉપરાંત ચૂંટાયેલા નેતાઓ કે જેણે સર્વસંમતિથી અમને નેતા તરીકે ચૂંટ્યા તે અંગે હું આભાર પ્રગટ કરું છું. જે રીતે ગુજરાતમાં જે  સ્થિતિ હતી તેમાં ભાજપને ક્લિયર મેન્ડેટ આપ્યો તેનો હું આભારી છું. ગુજુરાતની જનતાને હું વિશ્વાસ આપું છું કે જે રીતે તેમની અપેક્ષા છે તે રીતે કામ કરીશું”

વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “પીએમ મોદીનો અનુભવ, નીતિનભાઈનો સરકારમાં અનુભવ મેં પણ સંગઠનમાં જે રીતે  કામ કર્યું તે કામમાં આવશે. અમે ગુજરાતને આગળ લઈ જશો. પક્ષના વરિષ્ઠ લોકો સાથે ચર્ચા કરીને શપથવિધિનું સ્થળ અને કેબિનેટ અંગે નિર્ણય લઈશું અત્યારે કશું નિશ્રિત નથી. સોનો સાથ અને સૌનો વિકાસ એ દિશામાં અમે કામ કરીશું.”

પ્રશ્નોના ઉત્તર આપતા વિજય રૂપાણીએ ભાજપનું કોઈ ધોવાણ થયું હોવાની વાતને નકારી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “પાંચ ટર્મ શાસન કર્યા પછી છઠ્ઠી વખત ક્લિયર મેજોરિટી સાથે સરકાર બનાવવી એ બહુ જ મોટી વાત છે. આ અમારો મોટો વિજય છે. જે સીટો અમે હાર્યા છીએ એ વાત ચોક્કસ છે પણ અમે સાથે મળીને તેનું પૃથ્થકરણ કરીશું.”