vijaya dashami know how different states celebrate this-festival
  • Home
  • Astro
  • દેશભરમાં આજે દશેરાની ધૂમ, જાણો ક્યા રાજ્યમાં કેવી થાય ઉજવણી

દેશભરમાં આજે દશેરાની ધૂમ, જાણો ક્યા રાજ્યમાં કેવી થાય ઉજવણી

 | 10:14 am IST
  • Share

  • દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો
  • મૈસુર દશેરા કર્ણાટકનો શાહી તહેવાર છે
  • ઉત્તર ભારતમાં દશેરાની ઉજવણી નાટક અથવા રામલીલા દ્વારા કરવામાં આવે છે

 

બુરાઇ પર અચ્છાઇની જીતનો તહેવાર દશેરાનો (Dussehra) તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. અનિષ્ટ ઉપર ઇષ્ટનો વિજય થયો હતો. ભારત દર વર્ષે આ પ્રસંગે તેના ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાચવે છે.

વિજયાદશમીએ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી છે. તેને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર સમગ્ર દેશમાં પરંપરાગત રીતે ઉત્સાહ, ભક્તિ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે.

વિજયાદશમી Vijaydashmi Festival) નામ સંસ્કૃત ભાષા પરથી આવ્યુ છે, જ્યાં “વિજય-દશમી” નો અર્થ દસમા દિવસે વિજય થાય છે. દશેરાનો તહેવાર દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગા (Maa Durga) મહિષાસુરનો વધ કરીને, દશેરાના દિવસે જીત મેળવી હતી.

કુલ્લુ દશેરાની ઉજવણી
કુલ્લુમાં દશેરાની શરૂઆત 1637થી 1672 સુધી કુલ્લુ પર શાસન કરનાર શાસક રાજા જગત સિંહના શાસનકાળથી શરૂ થઇ હતી. રઘુનાથજીની પૂજા કરવામાં આવે છે. દશેરાની ઉજવણી દશેરાથી શરદ પૂર્ણિમા સુધી થાય છે.

મૈસુર દશેરા

મૈસુર દશેરા કર્ણાટકનો શાહી તહેવાર છે અને મૈસુરમાં 10 દિવસના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

બસ્તર દશેરા

બસ્તર દક્ષિણ છત્તીસગઢનો એક પ્રદેશ છે. બસ્તર દશેરા દંતેશ્વરીનો આભાર માનવાનો દિવસ છે. દંતેશ્વરી બસ્તરના રાજવી પરિવારના મુખ્ય દેવતા છે.બસ્તરમાં આ તહેવાર 75 દિવસ સુધી ચાલે છે.

તેલંગણામાં દશેરા

તેલંગાણા રાજ્યમાં દેવી દુર્ગાના તમામ મંદિરોમાં દશેરા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન, દેવી દુર્ગા તેના મહિષાસુર મર્દિની, બાલા ત્રિપુરા સુંદરી, રાજા રાજેશ્વરી, અન્નપૂર્ણા, કાલી, કનક દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી અને ગાયત્રી દેવી જેવા સ્વરૂપો માં અવતારમાં શણગારવામાં આવી છે. હૈદરાબાદના મોટાભાગના રહેવાસીઓ તેમના પૂર્વજોના ઘરે પાછા જાય છે. આ ઉપરાંત, મહિલાઓ અને બાળકો ઢીંગલીઓ અને રમકડાંની ખાસ વ્યવસ્થા કરે છે જે ‘બોમ્માલા કોલુવુ’ તરીકે ઓળખાય છે.

ઉત્તર ભારતમાં દશેરા
ઉત્તર ભારતમાં દશેરાની ઉજવણી નાટક અથવા રામલીલા દ્વારા કરવામાં આવે છે. સૌથી આકર્ષક રામલીલા અયોધ્યા, રામનગર અને બનારસ, વૃંદાવન, અલમોડા, સતના અને મધુબનીમાં થાય છે. મોટાભાગની રામલીલાઓ રામચરિતમાનસ પર આધારિત છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો