VIJAYA WADA - Sandesh
NIFTY 10,773.90 +1.85  |  SENSEX 35,568.73 +21.40  |  USD 68.1500 +0.08
1.6M
1M
1.7M
APPS

VIJAYA WADA

 | 2:50 am IST

૬ ૧ ૧ ૧ ૧ ૧ ૬ ૧ ૪ ૧ ૨૩ નં પ્રથમશ્રેણીનો શ્રેષ્ઠ નંબર

શુક્ર, સૂર્ય, રાહુ, ચંદ્ર, ગુરુ, બુધનું પ્રથમ શ્રેણીનું શ્રેષ્ઠ સંયોજન એટલે વિજયવાડા.

ધર્મ, જ્ઞાાન, પ્રેમ, આર્ટ, કલા, મહત્ત્વાકાંક્ષા, સત્તા, લાગણી, નવીનતાનો સંગમ એટલે વિજયવાડા. અહીંની પ્રજામાં અદ્ભુત આકર્ષણ, કલા, બુદ્ધિ, જ્ઞાાન અને કાર્ય તત્પરતા હોય. બધા જ કાર્યો મન દઈને શ્રેષ્ઠતમ પદ્ધતિથી અમલમાં મુકાય અને સારી કાર્યશૈલીના પરિણામ સ્વરૂપ આ પ્રજા સમૃદ્ધિ પણ સારી પ્રાપ્ત કરી શકે તેમાં પણ જો લોકોની જન્મ તારીખ ૫,૧૪,૨૩ હોય અથવા નામાક્ષરનું ટોટલ ૫,૧૪,૨૩ થતું હોય તેઓ ખૂબ સારી પ્રગતિ આ શહેરમાં કરી શકે. અને સમૃદ્ધિ મેળવી શકે. જ્ઞાાન અને બુદ્ધિનાં કાર્યમાં પણ ખૂબ સારી રીતે વિજય પ્રાપ્ત કરી શકે. જેનાં નામ માત્રમાં વિજય હોય તે શહેરની પ્રજા સુખી અને સમૃદ્ધિવાન જ હોય.

વિજયવાડા ક્ષેત્ર મંદિરો અને ગુફાઓ યુક્ત છે. અહીં માલેશ્વર ભગવાનનું પ્રસિદ્ધ મંદિર છે કે જ્યાં આદિ શંકરાચાર્યજીએ શ્રી ચક્ર સ્થાપિત કર્યું છે. વિજયવાડા પાસે એક પહાડ ઉપર વિકટોરીયા મ્યુઝિયમમાં કાળા ગ્રેનાઈટથી બનેલી બુદ્ધની વિશાળકાય મૂર્તિ છે. મહમંદ પૈગમ્બરના પવિત્ર અવશેષના રૂપે પણ આ સ્થળ મુસ્લિમ સંપ્રદાય માટે પણ પ્રચલિત છે. દક્ષિણ ભારતમાં અહીંની ભોગલરાજપૂરમ ગુફામાં ત્રણ ગુફા મંદિર છે. જેમાં ભગવાન નટરાજ, વિનાયક (ગણેશજી) અને અર્ધનારેશ્વરની મૂર્તિ છે. જે કલાકૃતિનો શ્રેષ્ઠ નમૂનો છે. વિજયવાડા નામ દેવી કનકદુર્ગાના નામ પરથી પડયું છે. વિજયવાડા દેશનાં મુખ્ય માર્ગો સાથે ધોરીમાર્ગ રેલવેમાર્ગ અને હવાઈમાર્ગ સાથે જોડાયેલું છે.

– ડો.પિનાર્કા રાજેશ મિસ્ત્રી

[email protected]