Vikas Dubey Did Wrong Deserved Fate: Wife Richa Dubey
  • Home
  • Featured
  • વિકાસ દુબેના અંતિમ સંસ્કાર બાદ પત્ની રિચા ભડકી અને આપત્તિજનક શબ્દો બોલતા કહ્યું…

વિકાસ દુબેના અંતિમ સંસ્કાર બાદ પત્ની રિચા ભડકી અને આપત્તિજનક શબ્દો બોલતા કહ્યું…

 | 7:41 am IST

કાનપુરમાં વિકાસ દુબેનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો. તે સમયે ભૈરવ ઘાટ પર તેની પત્ની રિચા દુબે, નાનો દીકરો અને બનેવી દિનેશ તિવારી હાજર રહ્યા હતા. પરંતુ ઘાટ પર રિચા મીડિયાકર્મીઓના પ્રશ્નો પર ભડકી હતી. રિચાએ આપત્તિજનક ભાષાનો ઉપયોગ પણ કર્યો. તેની સાથે જ તેમણે કહ્યું કે ‘ભાગી જાઓ, જેણે જેવું વર્તન કર્યું છે, તેને એવો જ પાઠ ભણાવીશ. જો જરૂર પડી તો બંદૂક પણ ઉઠાવીશ’. સાથો સાથ જ્યારે તેને પૂછયું કે શું તેને હત્યાઓ કરી નહોતી. તેના પર વિકાસની પત્નીએ કહ્યું, ‘કરી હતી’. વિકાસની પત્નીએ કહ્યું કે જે ભૂલ કરશે તેને સજા મળશે. મીડિયાવાળાઓએ વિકાસની પત્ની પૂછયું કે શું તમે માનો છે કે તમારા પતિએ ભૂલ કરી હતી. તેના પર પત્નીએ જવાબ આપ્યો હા, હા…હા.

ઉલ્લેખનીય છે કે કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી અને દુર્દાંત ગુનેગાર વિકાસ દુબેનું શુક્રવાર સવારે કાનપુરથી 17 કિલોમીટર પહેલાં જ એન્કાઉન્ટર કરી દીધું હતું. વિકાસની છાતીમાં ત્રણ જ્યારે એક ગોળી કમરમાં લાગી હતી. પોસ્ટમોર્ટમ પૂરું થયા બાદ વિકાસનો મૃતદેહ તેના બનેવી દિનેશ તિવારીને સોંપાયો હતો. અંતિમ સંસ્કારમાં કુખ્યાત બદમાશ વિકાસના કેટલાંક નજીકના સંબંધી હાજર હતા. આ દરમ્યાન કેટલાંક પોલીસ સ્ટેશનની ફોર્સ પણ હાજર રહી.

આપને જણાવી દઇએ કે કડક સુરક્ષાની વચ્ચે પોલીસની ત્રણ ગાડીઓની સાથે વિકાસને રસ્તા માર્ગેથી ઉજ્જૈનથી કાનપુર લવાયો હતો. વિકાસને પોલીસ જે ગાડીમાં લાવી રહ્યો હતો તેની આગળ પાછળ પોલીસની બે બીજી ગાડીઓ પણ સાથે ચાલી રહી હતી.

વિકાસ પર 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપ

આપને જણાવી દઇએ કે યુપીના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર વિકાસ દુબેને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ એ શુક્રવારના રોજ એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો. વિકાસ દુબે પર 8 પોલીસકર્મીની હત્યા કર્યાનો આરોપ હતો. યુપી પોલીસને તેના કાનપુર ગોળીકાંડની ઘટના બાદથી શોધી રહી હતી.

આ વીડિયો પણ જુઓ : કાનપુર શૂટાઉટનો મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન