વિક્રમ ભટ્ટ રેપર હનીસિંહનાં જીવન પર વેબ સિરીઝ બનાવશે - Sandesh
  • Home
  • Entertainment
  • વિક્રમ ભટ્ટ રેપર હનીસિંહનાં જીવન પર વેબ સિરીઝ બનાવશે

વિક્રમ ભટ્ટ રેપર હનીસિંહનાં જીવન પર વેબ સિરીઝ બનાવશે

 | 2:44 am IST

મ્યુઝિક વીડિયોઝ અને ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ દર્શાવનાર રેપર હનીસિંહ ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટની આગામી વેબ સિરીઝમાં જોવા મળશે. અનેક ઉતાર- ચડાવ બાદ હનીસિંહ ફરી એકવાર બોલિવૂડમાં પોતાના ગીતો લઇને સક્રિય થઇ ગયો છે. તેનું જીવન કોઇ ફિલ્મથી ઓછું નથી. એક વેબસાઇટના અહેવાલો અનુસાર હનીસિંહના જીવન પર આધારિત એક વેબ સિરીઝની યોજના વિક્રમ ભટ્ટ બનાવી રહ્યા છે. હદ, તંત્ર અને માયા જેવી વેબ સિરીઝ બનાવનાર દિગ્દર્શક વિક્રમ ભટ્ટ વેબ સિરીઝનું દિગ્દર્શન કરવાના છે. જે એક બાયોપિક હશે. આ વેબ સિરીઝની સત્તાવાર જાહેરાત બે મહિના બાદ કરાશે.