J&Kની હવા બદલાઈ, જવાનો પર પથ્થર બરસાવતા ગામજનો ઓફર કરી રહ્યા છે ચા-નાસ્તા - Sandesh
  • Home
  • Featured
  • J&Kની હવા બદલાઈ, જવાનો પર પથ્થર બરસાવતા ગામજનો ઓફર કરી રહ્યા છે ચા-નાસ્તા

J&Kની હવા બદલાઈ, જવાનો પર પથ્થર બરસાવતા ગામજનો ઓફર કરી રહ્યા છે ચા-નાસ્તા

 | 11:41 am IST

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લદાતાની સાથે જ ખીણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખીણની આ બદલાયેલી તસ્વીર સુરક્ષાદળો દ્વારા ચલાવવામાં આવેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન જોવા મળી હતી. ભારતીય સુરક્ષાદળો દ્વારા બુધવારે સવારે આતંકવાદીઓની શોધી કાઢવા માટે અમુક ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આવું પહેલી વખત થયું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને કોઈપણ પ્રકારનો વિરોધ કે પથ્થરમારોનો સામનો કરવો પડયો નહોતો. સુરક્ષાદળોને ત્યારે આશ્ચર્યની અનુભૂતિ થઈ જ્યારે ગામના લોકોએ તેમને ચા-નાસ્તા ઓફર કરી હતી. આવું પહેલી વખત બનેલું કે ગામના લોકો કોઈ જ પ્રકારના ભય વગર સેનાના જવાનોને મળ્યાં હોય.

સુરક્ષાદળથી જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે માહિતી મળી હતી કે, અમુક આતંકવાદીઓ દક્ષિણ અને ઉત્તરના ગામોમાં છુપાયલા છે. ઇન્ટેલિજેન્સ રિપોર્ટમાં જે બે ગામોના ઉલ્લેખ કરાયા હતા તે બન્ને ગામો વર્ષોથી હિંસા માટે બદનામ છે. જેને જોતા સુરક્ષાદળોએ ગામમાં જતા પહેલા તમામ સાવચેતીના પગલા લઈ લીધાં હતાં. સેનાને આશંકા હતી કે, ગામમાં તેમને ભારે વિરોધ અને પથ્થરમારોનો સામનો કરવો પડી શકે છે. જેને જોતા સેનાને અલગ-અલગ ટુકડીમાં વહેંચી દેવામાં આવી હતી અને સાથે જ આ ઓપરેશન માટે કમાંડો અને સ્નાઇપર્સની ટીમની પસંદગી કરવામાં આવી હતી. તો બીજી એક ટીમને વિસ્તારની ઘેરાબંદીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્રીજી ટીમને જવાબદારી આપવામાં આવી હતી કે, તે કોઈપણ પરિસ્થિતિમાં વિસ્તારમાં પથ્થરબાજોને દાખલ થવા ન દે.

આટલું જ નહી સેકડો જવાનોને ગામ બહાર કોઈપણ આપત સ્થિતિને ડામવા માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. જેથી પથ્થરબાજી થાય ત્યારે જવાનોને સલામત બહાર કાઢી શકાય. ગામમાં દાખલ થતાની સાથે જ જવાનોએ ગામનો લોકોના હાવભાવ ઓળખવાનો પ્રયત્ન કર્યું. સુરક્ષાદળોને ગામમા જોઈ લોકોના ચહેરા પર સવાલ સ્પષ્ટ દેખાતો હતો પણ તેમના ચહેરા પર આક્રોશ નહોતો.

સુરક્ષાદળો આ જોઈને વધારે સતર્ક થઈ ગયા કેમ કે, તેમને લાગ્યું કે આ કદાચ વાવાઝોડા પહેલાની શાંતિ છે. જવાનો ધીરે-ધીરે ગાડીમાંથી બહાર આવ્યાં અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જવાનોને નોંધ્યું કે તેમને કોઈપણ વિરોધ વિના રાસ્તો કરી આપવામાં આવે છે. જવાનોએ સર્ચ ઓપરેશન પુરું કર્યું અને તેમને કોઈપણ જાતના વિરોધનો સામનો કરવો પડ્યો નહોતો.

સર્ચ ઓપરેશન પુરું કરી જ્યારે જવાનો પોતાના કેમ્પ પર જવા નિકળ્યા હતા ત્યારે કેટલાક ગામજનો જવાનો પાસે પહોંચ્યા હતાં અને કહ્યું હતું કે, ‘સર ચા નાસ્તા કરીને જજો’. ગામના લોકોની આ વાતથી જવાનોને આનંદની અનુભૂતિ થઈ. પણ જવાનોને ખબર હતી કે આટલા બધા જવાનોને નાસ્તો કરાવવું ગામજનો લોકો માટે મુશ્કેલ છે. એટલે જવાનોએ ગામજનોને આભાર વ્યકત કર્યો હતો. ગામના લોકોના માન રાખવા માટે કેટલાક જવાનોએ ગામજનો પાસે પાણી માંગીને પીધું હતું. અને પછી પોતાના કેમ્પમાં જતા રહ્યા હતાં.

કેમ્પમાં પાછા આવતા પહેલા ઓપરેશને લીડ કરી રહેલા અધિકારીએ ગામજનોને કોઈપણ જાતની મદદની ઓફર કરી હતી. દરમિયાન ત્યાં કેટલાક નાના બાળકો આવી પહોંચ્યાં હતાં. સેનાના એક અધિકારીએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી ગામના એક ભાઈને આપી બાળકો માટે કોઈ સારી મિઠાઈ લાવી આપવાનું કહ્યું હતું.