મહિલા અને કાકા વચ્ચેનાં આડા સંબંધોમાં ભત્રીજો બન્યો 'વિલન' - Sandesh
  • Home
  • Baroda
  • મહિલા અને કાકા વચ્ચેનાં આડા સંબંધોમાં ભત્રીજો બન્યો ‘વિલન’

મહિલા અને કાકા વચ્ચેનાં આડા સંબંધોમાં ભત્રીજો બન્યો ‘વિલન’

 | 7:36 pm IST

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થોડા દિવસ અગાઉ શહેર નજીક આવેલ ભાદરવા ગામમાં બનેલ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલી નાખી બે આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર બનાવમાં કાકા સાથે નાં આડા સંબંધો ની રીસ રાખી હોવાં નું જાણવા મળ્યુ હતુ. સમગ્ર બનાવ અંગે વાત કરીયે તો તારીખ 7-12-2017નાં રોજ વડોદરા શહેરનાં સાવલી તાલુકાનાં રાનીયા ગામે આરોપીઓનાં કાકા સાથેનાં આડા સંબંધોની રીસ રાખી ચંપાબેનની હત્યા કરી કોઇ અજાણ્યા ઈસમો 2 લાખ ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાં.

તમને જણાવી દઇએ કે, સાવલી તાલુકાના રાણીયા ગામે 30 વર્ષીય મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરી રોકડ રૂપિયા બે લાખ તેમજ મોબાઇલ લૂંટી જતાં પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. હથિયાર વડે મહિલાની ડાબા ગાલે તેમજ છાતીના ભાગે ઇજા કરી ગળે ટૂંપો દઇને હત્યા કરી દીધી હતી. ધોળા દિવસે હત્યા થતાં સમગ્ત ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે ભાદરવા પોલીસે ફરિયાદી જયંતીભાઇ ગોપસિંહ રાઠવાની ફરિયાદના આધારે અજાણ્યા લુંટારુ વિરૃદ્ધ ઇ.પીકો 302, 394 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે ભાદરવા પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને સોંપવામાં આવી હતી. દરમિયાન વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનીકલ સોર્સનાં આધારે તપાસ હાથ ધરી સમગ્ર ગુનાંમાં સન્ડોવાયેલ ભત્રીજા અલ્પેશ રાઠવા અનેં કમલેશ રાય સિંગ રાઠવાની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બન્ને આરોપીઓએ ગુનો કબૂલી લેતા વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટિમને ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થયી હતી.