અમેરિકામાં અમદાવાદી યુવાનનો ગંભીર અકસ્માત, પરિવારને નથી મળી રહ્યાં વિઝા - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમેરિકામાં અમદાવાદી યુવાનનો ગંભીર અકસ્માત, પરિવારને નથી મળી રહ્યાં વિઝા

અમેરિકામાં અમદાવાદી યુવાનનો ગંભીર અકસ્માત, પરિવારને નથી મળી રહ્યાં વિઝા

 | 10:36 am IST

36 વર્ષનો અમદાવાદી યુવક વિનોદ પટેલનો અકસ્માત અમેરિકાના ન્યુજર્સીમાં થયો હતો. ગંભીર ઈજાઓને કારણે તેને હાલ અમેરિકાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. બીજી બાજુ અમેરિકામાં દાખલ વિનોદનો પરિવાર અમદાવાદમાં ચિંતાતુર છે કારણ કે તેમને અમેરિકા જવાના વિઝા મળતા નથી. તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને એમ્બેસીનો સંપર્ક કર્યો પરંતુ કોઈ મદદ મળતી નથી.

ગંભીર ઈજાઓને કારણે અમેરિકાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે
ગંભીર ઈજાઓને કારણે અમેરિકાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે

આ મામલે મળતી માહિતી પ્રમાણે 10મી માર્ચે વિનોદનો જન્મદિવસ હતો અને ત્યારે જ તેની સાથે આ ગંભીર અકસ્માત બન્યો. જેના કારણે તે કોમામાં જતો રહ્યો છે. અમદાવાદમાં રહેતા પરિવારને આ ઘટનાની જાણ છેક આઠ દિવસ પછી થઈ. અમેરિકાના સામાજીક કાર્યકર્તાના કારણે એક ભારતીય દ્વારા 18મી માર્ચના દિવસે વિનોદના મોટા ભાઈ હિતેશ પટેલનો સંપર્ક કરી શકાયો. તેમણે જણાવ્યું હતું કે, વિનોદને કોઈ અજાણી વ્યક્તિએ એમ્બ્યુલન્સ દ્વારા તેને JCMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સ્ટાફને પણ એ વ્યક્તિ અંગે કોઈપણ જાણ નથી.

vinod

વિનોદ પટેલ વર્ષ 2008માં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં ગયો હતો. અભ્યાસ પૂરો કરી અમેરિકાના ન્યુજર્સી શહેરમાં સ્થાયી થયેલો વિનોદ જર્સીસીટીની હોટેલમાં નોકરી કરે છે. વિનોદ પટેલનો પરિવાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે અને જ્વેલરીના બીઝનેસ સાથે જોડાયેલો છે. પરિવાર મૂળ અમદાવાદ જીલ્લાના માંડલ ગામનો છે અને 25 વર્ષથી અમદાવાદમાં જ રહે છે.

52 વર્ષના ગુજરાતી પર યુએસમાં ફાયરીંગ

 52 વર્ષના નરેન્દ્રકુમાર અંબાલાલ પટેલ
52 વર્ષના નરેન્દ્રકુમાર અંબાલાલ પટેલ

અમેરિકામાં ભારતીયો પર હુમલા સતત વધી રહ્યાં છે ત્યારે આજે વધુ એક ગુજરાતીની અશ્વેતે ગોળી મારતા મૃત્યુ થયું છે. અલબામા સ્ટેટના ટસ્કલુસા શહેરમાં રહેતા સુરતના રાંદેર વિસ્તારના 52 વર્ષના નરેન્દ્રકુમાર અંબાલાલ પટેલ પર શુક્રવારે રાત્રે એક અશ્વેતે ફાયરિંગ કર્યું હતું. નશામાં ધૂત અશ્વેતે ફાયરિંગમાં ગુજરાતીનું મોત થતાં અમેરિકામાં વસતા ગુજરાતઓમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે. હાલ નરેન્દ્ર પટેલ સારવાર હેઠળ છે. હજુ સુધી હુમલાખોરને શોધવામાં પોલીસને ફાંફાં પડી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન