Violation of Election code of conduct in Ahmedabad, parties campaign near booths, police watch As spectacle
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં સરેઆમ આચારસંહિતાનો ભંગ, બૂથ પાસે પક્ષોએ પ્રચાર કર્યો, પોલીસે તમાશો જોયો

અમદાવાદમાં સરેઆમ આચારસંહિતાનો ભંગ, બૂથ પાસે પક્ષોએ પ્રચાર કર્યો, પોલીસે તમાશો જોયો

 | 10:09 am IST
  • Share

રાજ્યમાં છ મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Election) રવિવારે યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના મોટા ભાગના મતદાન કેન્દ્રો આગળ 100 મીટરની અંદર જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ અનેક જગ્યાઓએ ચૂંટણીલક્ષી સાહિત્ય, પોસ્ટરો અને ઝંડાઓ નજરે પડ્યા હતા. આમ છતાં પોલીસ કે સરકારી તંત્ર દ્વારા એકપણ રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ પર કોઈ કાર્યવાહી કરી ન હતી.

બાપુનગર ગુજરાતી શાળા નંબર 14-15ની 100 મીટરની હદમાં કોંગ્રેસના ધ્વજ લહેરાયા હતા. આચારસંહિતા નિયમ મુજબ 100 મીટરમાં કોઈ પક્ષના ધ્વજ કે પ્રતિક લગાવવા પર પ્રતિબંધ છે. બીજી તરફ શ્રીજી વિદ્યાલય સ્કૂલના મતદાન મથક આગળ ભાજપની ઈનોવા જેના પર પક્ષના ચિન્હો અને લખાણ સાથે ગાડી ઉભી રાખીને કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટના પોલીસે બિન્દાસપણે નજરે નિહાળી હતી.

ઠક્કરબાપાનગર વોર્ડ઼માં આવેલ સરકારી કોલેજમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. આ મતદાન મથકના બિલ્કુલ બહાર ભાજપ અને કોંગ્રેસના તેમજ આપના કાર્યકર્તાઓએ મતદારોને પક્ષના ચિન્હવાળી પહોંચી આપીને મતદાન કરવા હાંકલ કરી હતી. બીજી તરફ કોલેજની દિવાલ પર કોંગ્રેસના તોરણો લાગ્યા હતા. સરેઆમ જાહેરનામાનો ભંગ થવા છતાં કલેક્ટર, મામલતદાર તેમજ કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી.

કુબેરનગરમાં આમ આદમી પાર્ટી, ભાજપ કોંગ્રેસ સહિતની અનેક રાજકીય પાર્ટી દ્વારા રોડ વચ્ચોવચ તંબુ ઉભા કરીને મતદારોને હાથ પકડીને મતદાન મથક સુધી લઈ જવામાં આવ્યા હતા. જાણે કુબેરનગરમાં દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. કોરોનાની ગાઈડલાઈન અને આચારસંહિતાનો ભંગ થવા છતાં પોલીસ કે સરકારી અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

મેઘાણીનગહર વિસ્તારની ભગવતી સ્કૂલમાં મતદાન સમયે પોલીસની હાજરીમાં જ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ બૂથમાં અવર જવર કરી રહ્યા હતા. આ મતદાન મથક બહાર બે પીઆઈ સહિત પોલીસ કાફલો હોવા છતાં બેરોકટોક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ બિન્દાસપણે ચૂંટણી પ્રચાર મતદાન કેન્દ્રની બહાર કરી રહ્યા હતા.

આ વીડિયો પણ જુઓઃ સ્થાનિક સ્વરાજની મતગણતરીને લઈ SCમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન