Violence Against Hindu Community In Ghotki Sindh
  • Home
  • Featured
  • પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ હિંસા, લોકોએ કહ્યું – બાળકોને રડવા પણ ના દીધા કારણ કે…

પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ હિંસા, લોકોએ કહ્યું – બાળકોને રડવા પણ ના દીધા કારણ કે…

 | 8:22 pm IST

પાકિસ્તાનનાં સિંધ પ્રાંતનાં ઘોટકીમાં કટ્ટરપંથીઓની હિંસાનો શિકાર બનેલા હિંદુ સમુદાયનાં લોકો અત્યારે પણ ભયનાં માહોલમાં છે. આ અત્યાચારીઓનો એવો ખૌફ હતો કે પરિવારે પોતાના બાળકોને રડવા પણ નહોતા દીધા. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે હિંસા રવિવારનાં ત્યારે થઈ જ્યારે એક હિંદુ પર કથિત ઈશ નિંદાનો આરોપ લગાવવામાં આવ્યો. એક વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો. એક વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો કે સિંધ પબ્લિક સ્કૂલનાં માલિક નોતન લાલે મોમ્મદ સાહેબનાં વિશે વિવાદીત ટિપ્પણી કરી છે. આ સાથે કટ્ટરપંથીઓની ભીડ ભેગી થઈ અને લાકડી-ડંડાથી હિંદુ સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું.

હિંદુઓની દુકાનોમાં લૂટ- મંદિરમાં તોડફોડ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, સિંધ પબ્લિક સ્કૂલમાં આગલ લગાવવામાં આવી. શહેરમાં હિંદુઓની ઓછામાં ઓછી 5 દુકાનોમાં લૂંટ ચલાવવામાં આવી. એક મંદિરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી અધિકારીઓ પર હતી, તેઓ દંબગાઈઓની સામે અસફળ રહ્યા. દિવસ ઢળતાની સાથે જ સ્થિતિ કાબૂમાં આવી જ્યારે દબંગો ખુદ જ જતા રહ્યા.

સુરક્ષાની ના કરવામાં આવી કોઈ જ વ્યવસ્થા

હિંસા ઘોટકીની આસપાસનાં વિસ્તારોમાં પણ કરવામાં આવી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વિવાદીત ટિપ્પણીની વાત શનિવારનાં જ સામે આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ હિંદુ સંપત્તિઓ અને ધર્મસ્થળોની સુરક્ષાનો પહેલેથી કોઈ બંદોબસ્ત કરવામાં આવ્યો નહોતો. દબંગોએ હિંદુ પરિવારોને ધમકાવ્યા. ત્યારબાદ હિંદુ સમુદાયનાં લોકો પોત પોતાના ઘરોમાં છુપાઇ ગયા.

કટ્ટરપંથીઓનાં ખૌફથી બાળકોને રડવા પણ ના દીધા

સમુદાયનાં એક સભ્યએ જણાવ્યું કે, “એટલા સુધી કે અમે પોતાના બાળકોને રડવા પણ નહોતા દીધા. આ એક ભયાનક સપના જેવું હતુ. અમે માનસિક આઘાતની સ્થિતિમાં છીએ અને કહી ના શકીએ કે અમે ડર વગર બહાર આવી-જઇ શકીશું.” તેમણે કહ્યું કે કટ્ટરપંથીઓ રસ્તા પર કોઈ પણ ડર વગર ફરી રહ્યા હતા અને હિંદુ ધર્મની વિરુદ્ધ નારાઓ લગાવી રહ્યા હતા.

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢમાં મગફળી,કપાસનું ઉત્પાદનમાં ખેડૂતો સફળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન