VIDEO: અ’વાદના 10 વર્ષના બાળકનો ધમાકેદાર ડાન્સ, ‘જય જય શિવ શંકર’ ગીત પર લગાવ્યા ઠુમકાં – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: અ’વાદના 10 વર્ષના બાળકનો ધમાકેદાર ડાન્સ, ‘જય જય શિવ શંકર’ ગીત પર લગાવ્યા ઠુમકાં

VIDEO: અ’વાદના 10 વર્ષના બાળકનો ધમાકેદાર ડાન્સ, ‘જય જય શિવ શંકર’ ગીત પર લગાવ્યા ઠુમકાં

 | 2:01 pm IST
  • Share

ટાઈગર શ્રોફ અને ઋતિક રોશનની ફિલ્મ વોર સિનેમામાં સારા બજેટમાં પાસ થઈ અને લોકોનો રિસપોન્સ પણ સારો રહ્યો છે. જ્યારે તેના ગીતોએ પણ એટલી જ ધૂમ મચાવી. એમાંનુ એક ગીત એટલે જય જય શિવ શંકર. આ ગીતનો બાળકોથી લઈને યુવાનો સુધી દરેકમાં એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. ત્યારે હાલમાં એક 10 વર્ષના બાળકે પણ આ ગીત પર ડાન્સ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.

અમદાવાદના આ બાળકનું નામ વંશ શર્મા છે અને તે માત્ર 10 વર્ષનો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલી એનર્જી સાથે તે ગીત પર ડાન્સ કરી રહ્યો છે અને સામે દર્શકોમાંથી પણ ખુબ જ સરસ પ્રતિસાદ આવી રહ્યો છે. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે વખણાઈ રહ્યો છે. તો તમે પણ જુઓ આ સરસ ડાન્સ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન