PICS: ના  ખાવાનું- ના કમાવવાનું, આ દેશમાં લોકો આવી ગયા રસ્તે - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PICS: ના  ખાવાનું- ના કમાવવાનું, આ દેશમાં લોકો આવી ગયા રસ્તે

PICS: ના  ખાવાનું- ના કમાવવાનું, આ દેશમાં લોકો આવી ગયા રસ્તે

 | 4:23 pm IST

ઈરાનમાં છેલ્લાં પાંચ દિવસથી યોજાઈ રહેલા હિંસક દેખાવોમાં 13ના મોત થયા છે. સશસ્ત્ર દેખાવકારોએ પોલીસ સ્ટેશનો અને સેના મથકોમાં ઘૂસી જવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ઈરાનમાં 2009ની પ્રમુખની ચૂંટણી પછી સૌથી મોટા દેખાવો યોજાઈ રહ્યા છે.

દેશની કંગાળ અર્થવ્યવસ્થા અને મોંઘાવારીના વિરોધમાં મશહાદમાં ગુરુવારથી દેખાવોનો આરંભ થયો છે. કેટલાક દેખાવકારોએ સરકાર અને સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામનેઈના વિરોધમાં સૂત્રો પણ પોકાર્યા હતાં. દેખાવોમાં અનેક લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઈરાકની ટેલિવિઝન ચેનલે ખાનગી બેન્કોમાં કરાયેલી લૂંટ, બારીઓના તૂટેલા કાચ, નુકસાન પામેલી કારો, ભડકે બળતી ટ્રકોના દ્રશ્યો પ્રસારિત કર્યા હતાં.

દેખાવકારો વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને આર્થિક અસમાનતાના વિરોધમાં રસ્તાઓ પર આવી ગયા છે. કેટલાક દેખાવકારો દેશની વિદેશ નીતિના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતાં.

દેશના પ્રમુખ હસન રુહાનીએ લોકોને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ સાથે ઈંસ્ટગ્રામ અને ટેલીગ્રામને પણ બંધ કરી દેવાયા છે.