NIFTY 9,511.15 -0.25  |  SENSEX 30,946.93 +-11.32  |  USD 64.5225 -0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લાલબત્તી દૂર કરવાથી VIP કલ્ચર દૂર નથી થતુ:ભરતસિંહ

લાલબત્તી દૂર કરવાથી VIP કલ્ચર દૂર નથી થતુ:ભરતસિંહ

 | 11:41 pm IST

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહે સોલકીએ ગાડીઓ પરથી રેડ બીકેનને હટાવવા અંગે નિવેદન આપતા કહ્યું  હતું કે લાલબત્તી દૂર કરવાથી VIP કલ્ચર દૂર નથી થતું.

બાળકોનું કુપોષણ દુર થાય એ સાચુ VIP કલ્ચર ગણાય. માત્ર લાલ લાઈટ હટાવી લેવાથી વીઆઈપી કલ્ચર દૂર ન થાય. સચિવાલયના દરવાજા આમ પ્રજા માટે ખુલ્લા મુકાવા જોઈએ.

પ્લેન – હેલિકોપ્ટરનો બેફામ વપરાશ ઘટવો જોઇએ. સામાન્ય માનવી તેમના સુધી પહોંચી શકે તેમ થવું જોઈએ.

ભરતસિંહે વધુંમાં કહ્યુ હતું કે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ ગભરાઇ ગયું છે. UPના પરિણામ બાદ ભાજપ ગભરાઇ ગયું છે. ભાજપને ગુજરાતની ચૂંટણીમાં હાર દેખાઇ રહી છે.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ વીઆઈપી કલ્ચર સાથે સંકળાયેલો હોવાનો તેમજ કોઈ પણ સ્થાનિક ચેહેરો ન હોવાથી રાષ્ટ્રિય નેતાઓના ગુજરાત મુલાકાતને લઈ ટીપ્પણી કરી હતી. જેની પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે વડા પ્રધાનના લાલા બત્તી કાઢી નાખવાના નિર્ણયથી પ્રજામા ભાજપ માટેની વિશ્વસનીયતા વધી છે જેની કોંગ્રેસને ઈર્ષા આવે છે.

છેલ્લા અઢી વર્ષથી ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા એક બાદ એક પ્રજાલક્ષી કાર્યક્રમો કરવામા આવ્યા છે. પંચાવન વર્ષ સુધી કોંગ્રેસે કોંગ્રેસના રાજ્યમા ક્યારેય લાલ લાઈટ દૂર કરવાનો વિચાર આવ્યો નથી.

સત્તા વિમુખ કોંગ્રેસ બેબાકળી બની ગમે તેવા નિવેદનો કરી રહી છે. સાથે જ રાષ્ટ્રિય નેતાઓના પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપતા જાણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત હોમ સ્ટેટ છે ગમે ત્યારે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. કોંગ્રેસે હાલમા પોતાના આંતરિક વિખવાદોનું સમાધાન કરવું જોઈએ.

ગાડીઓ પરથી લાલ લાઈટ દૂર કરવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે પંજાબમાં  કરવામાં આવેલા નિર્ણયની કેન્દ્ર કોપી કરી રહ્યું છે.