VIP Culture In Delhi Government Hospital Has Been Ended By Kejriwal
  • Home
  • Featured
  • દિલ્લીમાં કેજરીવાલ સરકારનો વધુ એક મોટો નિર્ણય, હૉસ્પિટલોમાં VIP કલ્ચરનો લાવ્યો અંત

દિલ્લીમાં કેજરીવાલ સરકારનો વધુ એક મોટો નિર્ણય, હૉસ્પિટલોમાં VIP કલ્ચરનો લાવ્યો અંત

 | 3:54 pm IST

દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ એક પછી એક મોટા નિર્ણયો લઇ રહ્યા છે. તેમના નિર્ણયોની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. અરવિંદ કેજરીવાલે હવે આદેશ કર્યો છે કે સરકારી હૉસ્પિટલમાં તમામ નાગરિકોને એક સરખી સારવાર મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “મે સ્વાસ્થ્ય વિભાગને સરકારી હૉસ્પિટલમાં વીઆઈપી કલ્ચર ખત્મ કરવાનો આદેશ આપ્યો છે. હવે દિલ્લીની સરકારી હૉસ્પિટલોમાં વીઆઈપી રૂમ નહીં મળે. તમામ નાગરિકોને સમાન સારવાર મળશે, પરંતુ આ સૌથી સારું હશે.”

સરકારી હૉસ્પિટલોમાં બેડની સંખ્યા 120 ટકાથી પણ વધારે

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દિલ્લી સરકારે હૉસ્પિટલોમાં 13,899 બેડ વધારવાનો નિર્ણય કર્યો છે. આ દિલ્લીની સરકારી હૉસ્પિટલોમાં રહેલા બેડની સંખ્યાથી 120 ટકા વધારે છે. અત્યારે દિલ્લીમાં 11,353 બેડ છે.” આ ઉપરાંત દિલ્લી સરકારે તમામ સરકારી હસ્પિટલોને પૂર્ણ રીતે એસી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દિલ્લીની તમામ સરકારી હૉસ્પિટલોને એસી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.”

13,899 બેડ સરકારી હૉસ્પિટલોમાં કરાશે ઉપલબ્ધ

આ પહેલા મંગળવારનાં દિલ્લી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સરકારી હૉસ્પિટલોની સુવિધાઓને લઇને સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને એક રિપોર્ટ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે દિલ્લી સરકારની 38 હૉસ્પિટલોમાં બેડ્સની ક્ષમતા 11,353 છે. આ ઉપરાંત 13,899 બેડ્સની ક્ષમતાને જોડવામાં આવી રહી છે.

ઇન્દિરા ગાંધી હૉસ્પિટલ દિલ્લીની સૌથી મોટી હૉસ્પિટલ હશે

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, “આવતા 6 મહિનાની અંદર 2800 બેડ્સની ક્ષમતાવાળી વધુ 3 હૉસ્પિટલ ચાલુ થઇ જશે. અત્યાધુનિક સુવિધાઓ વાળા દ્વારકાની ઇન્દિરા ગાંધી હૉસ્પિટલ, જેની ક્ષમતા 1241 બેડ્સની છે, તે પશ્ચિમ દિલ્લીની સૌથી મોટી હૉસ્પિટલ હશે.” રિપોર્ટમાં 772 અને 600 બેડ્સની ક્ષમતાવાળી બે હૉસ્પિટલ, બુરાડી અને આંબેડકર નગરમાં જલદી બનીને તૈયાર થવાની વાત પણ છે. રિપોર્ટમાં દિલ્લીનાં અલગ અલગ વિસ્તારોમાં નવી હૉસ્પિટલનાં નિર્માણનો ઉલ્લેખ છે.

આ વિડીયો પણ જુઓ: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈ-વે પર ચક્કાજામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન