Viral Audio Clip of Jetpur's Teacher
  • Home
  • Featured
  • જેતપુરના લંપટ શિક્ષકનું ‘પાપ’ ઓડિયો સ્વરૂપે સામે આવ્યું, ‘તને ખુબ મજા કરાવીશ’, કહીને ફોસલાવી

જેતપુરના લંપટ શિક્ષકનું ‘પાપ’ ઓડિયો સ્વરૂપે સામે આવ્યું, ‘તને ખુબ મજા કરાવીશ’, કહીને ફોસલાવી

 | 3:25 pm IST

રંગીલા રાજકોટના જેતપુરમાં એક ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીનીની છેડતી થઇ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સરકારી નોકરી કરતા લંપટ શિક્ષકે વિદ્યાર્થીની ધોરણ-12માં પાસ કરાવી આપવાની લાલચ આપીને બિભત્સ માંગણી કરી હોવાની ઘટનાએ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હાલ આ ઘટના મામલે લંપટ શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે લંપટ શિક્ષક ખુબ જ હલકટ ભાષામાં વિદ્યાર્થીની સાથે વાત ચીત કરી રહ્યો છે.

લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે કરેલી બિભત્સ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થીની સાથેની વાચચીતમાં બિભત્સ માંગણી સ્પષ્ટ સંભળાય છે, આ ઘટનામાં બિભત્સ માગણી કરતા વિદ્યાર્થિની ઘરે જઈને ધ્રૂસકે ધ્રસૂકે રડી પડી હતી. જ્યારે તેના વિશે માતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.

જેતપુરના લંપટ શિક્ષક પ્રવિણ નંદાણીયાએ વિદ્યાર્થીની સાથે બીભત્સ વાત કરતો હોય તેવી વાતચીતના ઓડિયોમાં વિદ્યાર્થીની પાસે ખુબજ હલકટ પ્રકારની માંગણી કરતો સાંભળવા મળ્યો હતો. વિધાર્થીનીને પોતાની માંગણી સંતોષવા માટે સમજાવતો અને પટાવતો પણ સાંભળવા મળ્યો હતી. ઓડિયોમાં ખુલ્લેઆમ એક વિદ્યાર્થીનીને કહેતો હતો કે, ‘તને ખુબ મજા કરાવીશ, અને આ મારો શોખ છે’ જેવી માંગણી કરી હતી. લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને અનેક અવનવા બહાના કરીને ફોસલાવતો પટાવતો જોવા મળ્યો હતો.

તમને આ ઘટના વિશે જણાવીએ કે, જેતપુરની મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલ સરકારી શાળામાં ફરજ બજાવતા પ્રવિણ નંદાણીયા પોતાની ફરજ બજાવે છે. તેઓ સરકારી નોકરીની સાથે પોતાનું એક ખાનગી ટ્યુશન કલાસ પણ ચલાવે છે. તેમના ટ્યૂશન ક્લાસમાં એક ધોરણ-12ની વિદ્યાર્થીની ટ્યૂશને આવતી હતી. ત્યારે લંપટ પ્રવિણ નંદાણીયાના મનમાં કામનાનો કીડા સળવળ્યો હતો, અને તેણે મોકોનો ફાયદો ઉઠાવીને ધોરણ-12ની વિદ્યાર્થીનીને પોતાના સકંજામાં ફસાવી હતી. શિક્ષકે વિદ્યાર્થીની સાથે મીઠી વાતો કરીને તેનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીને ધોરણ-12માં હોવાથી સારા માર્ક્સે પાસ કરાવી આપવાની લાલચ દેખાડી હતી. બીજી બાજુ વિદ્યાર્થીની લંપટ શિક્ષકની વાતોમાં આવી ગઇ હતી.

મોકોનો ફાયદો ઉઠાવીને પ્રવિણ નંદાણીયાએ ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં પણ સારા એવા માર્ક્સથી પાસ કરાવી દેવાની લાલચ આપીને બિભત્સ માંગણી કરી હતી. પોતાના સાહેબની આવી વાતો સાંભળીને વિદ્યાર્થીની ગભરાઇ ગઇ હતી, અને કશું જ બોલ્યા વિના તે ઘરે આવતી રહી હતી. ત્યારબાદ ઘરે આવેલી દિકરીને ગુમસામ જોઇને માતાએ દીકરીને શાંતિપૂર્વક સમજાવીને વાત કઢાવી હતી.

ત્યારબાદ ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ટ્યૂશન ક્લાસમાં બનેલી ઘટના વિશે માતાને જાણ કરી હતી. વિદ્યાર્થીનીએ માતાનેપોતાના સાહેબ દ્વારા બિભત્સ માંગણી કરાઇ હતી, તે પણ જણાવી હતી. દીકરીની કથનીસાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ત્યારબાદ દીકરી સાથે બનેલી ઘટના આખા પરિવારને જાણ થઇ હતી. ગુસ્સામાં લાલપીળો પરિવારે લંપટ શિક્ષકને પાઠ ભણાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન